ટ્રમ્પની ભારત સાથે મોટા વ્યાપાર સોદાની જાહેરાત: ૩ અબજની રક્ષા સમજૂતિ પર હસ્તાક્ષર

File
અમદાવાદ, ભરત અને અમેરિકાની ઇસ્લામિ આતંકવાદની વિરૂધ્ધ લડાઇમાં સંયુકત પ્રતિબધ્ધતા વ્યકત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં જાહેરાત કરી છે કે આવતીકાલ તા.૨૫ ફેબ્રુઆરીના રોડ નવીદિલ્હીમાં અમેરિકા ભારતને ત્રણ અબજ ડોલરના રક્ષા સોદા પર હસ્તાક્ષેર કરશે.મોટેરા સ્ટેડિયમ ખાતે ૨ લાખથી વધુ લોકોને સંબોધિત કરતા તેમણે આ જાહેરાત કરી હતી મંચ પર મેલાનિયા ટ્મ્પ અને વડાપ્રધાન મોદી પણ હાજર હતાં.
ટ્રમ્પે કહ્યું કે અમે રક્ષા સહયોગને સતત આગળ વધારતા રહીશું અમેરિકા ભારતને વિશ્વના સર્વશ્રેષ્ઠ અને સર્વાધિક ધાતક લશ્કરી ઉપકરણ ઉપલબ્ધ કરાવવા ઇચ્છે છે અમે એવા આધુનિક હથિયાર બનાવીએ છીએ જેને કોઇ બનાવી શકતુ નથી ભારતની સાથે તેમની ખરીદની વાત ચાલી રહી છે તેમણે કહ્યું કે મને આ જાહેરાત કરતા ખુબ ખુશી થઇ રહી છે કે મંગળવારે અમારા પ્રતિનઇધિ ત્રણ અબજ ડોલરથી વધુ વિક્રમી સોદા પર હસ્તાક્ષેર કરશે જેમાં આધુનિકતમ લશ્કરી હેલીકોપ્ટર તથા અન્ય લશ્કરી ઉપકરણ સામેલ છે.
તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ત્રણેય સેનાઓના સંયુકત લશ્કરી અભ્યાસ ટાઇગર એન્ડ ટ્રાઉમ્ફનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંન્ને દેશ પોતાના નાગરિકોને કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદના ખતરાથી બચવા માટે એકજુથ છે.તેમણે કહ્યું કે ભારત અને અમેરિકા આંતકવાદીઓને રોકવા અને આતંકની વિચારધારાથી સડવા માટે સાથે સાથે કામ કરવા માટે પ્રતિબધ્ધ છીએ.તેમણે કહ્યું કે તેમની સરકાર પાકિસ્તાનની જમીન પર કામ કરનાર આંતકવાદી સંગઠનો અને આતંકવાદીઓને નષ્ઠ કરવા માટે પાકિસ્તાન સરકારની સાથે મળી સકારાત્મક રીતે કામ કરી રહી છે. તેમના પ્રશાસનમાં અમે અમેરિકી સેનાને લોહીથી પ્યાસા આઇએસઆઇએસની વિરૂધ્ધ પુરી શÂક્તથી લડવાની ક્ષમતા ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આજની તારીખે આઇએસઆઇએસની વિરૂધ્ધ ૧૦૦ ટકા નષ્ટ થઇ ચુકી છે તેમના ડોન અલ બગદાદી માર્યો ગયો છે.