ટ્રમ્પની યાત્રાની સાથે સાથેઃ રૂટની જાણકારી
અમદાવાદ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાઈપ્રોફાઇલ અને હાઈવોલ્ટેજ ભારત યાત્રા અને ખાસ કરીને અમદાવાદ યાત્રા ઉપર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. આ યાત્રા આવતીકાલથી શરૂ થઇ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની આવતીકાલે અમદાવાદ યાત્રાને ધ્યાનમાં લઇને તેમના સ્વાગત માટે અમદાવાદ શહેર સંપૂર્ણપણે નવા રંગરુપ સાથે સજ્જ છે. આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શો કરશે. સાથે સાથે અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સંયુક્તરીતે જનસભાને સંબોધશે. ૮૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મોટેરા સ્ટેડિયમ પર આયોજિત ભવ્ય નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. ટ્રમ્પની યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.
* ટ્રમ્પની હાઈપ્રોફાઇલ યાત્રા આજથી શરૂ થશે
* અમદાવાદ વિમાની મથકે પહોંચ્યા બાદ લાલઝાઝમ બિછાવી સ્વાગત કરાશે અને ગાર્ડ ઓફ ઓનર અપાશે
* વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતની હસ્તીઓ ટ્રમ્પનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચશે
* અમેરિકી સિક્રેટ સર્વિસના અધિકારીઓ તથા એનએસજી તથા કમાન્ડો ટીમ તૈનાત કરી દેવાઈ
* સરદાર પટેલ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં બોલીવુડ અને રમત-ગમત સાથે જાડાયેલી તમામ હસ્તીઓ હાજરી આપશે
* અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, કપિલ દેવ, સૌરવ ગાંગુલી, ગાવસ્કર સહિતની હસ્તીઓ હાજર
* રતન તાતા સહિતના ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગતની હસ્તીઓ હાજરી આપશે
* રોડ શોના માર્ગ પર એનએસજીની સ્નાઇપર અટકાયત ટુકડી તૈનાત રહેશે
* રોડ શો ઇÂન્દરા પુલથી પસાર થઇને મોટેરા સ્ટેડિયમ સુધી જશે
* બોંબ નિષ્ક્રિય કરતી ટુકડી સહિત તમામ ટીમો આધુનિક હથિયારો સાથે સજ્જ રહેશે
* પોલીસ અને અન્ય સુરક્ષા સંસ્થાઓ દ્વારા ૧૦૦થી વધુ વાહનોની મદદથી રોડ શોના માર્ગની ચકાસણી થઇ ચુકી છે
* અમેરિકાના પ્રમુખના આગમન પહેલા ૪સી ૧૭ બ્લોગમાસ્ટર કાર્ગો વિમાન, હેલિકોપ્ટર મરીન, ભવ્ય એસયુવી વાહનો પહોંચી ચુક્યા છે
* ૧૦૦૦૦થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે
* ટ્રમ્પના કાફલામાં અમેરિકી વાહનો પણ રહેશે
* રોડ શોના માર્ગ ઉપર ૨૮ રાજ્યોના કલાકારો રંગત જમાવશે
* ગુજરાતના કલાકારો પણ કાર્યક્રમને ચારચાંદ લગાવવા સજ્જ છે
* ટ્રમ્પની ટ્રીપ પહેલા પોલીસ રિહર્સલની કામગીરી પૂર્ણ કરાઈ
* પોલીસ રિહર્સલ કામગીરીમાં ૧૦ હજારથી વધુ સુરક્ષા જવાનો, આરએએફ, એસઆરપીના જવાનો તૈનાત કરી દેવાયા
* સમગ્ર અમદાવાદ શહેરને સુરક્ષા વ્યવસ્થા હેઠળ આવરી લેવાયું
* ૧૦ હજાર સુરક્ષા જવાનોમાં ૨૫ આઈપીએસ ઓફિસરો, ૬૫ એસીપીનો પણ સમાવેશ
* સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ એસપીજીના સભ્યો અને એનએસજી કમાન્ડોની ટુકડી પણ કવાયાતમાં સામેલ
* રિહર્સલની પ્રક્રિયામાં અમેરિકી સંસ્થાઓના સભ્યો પણ સામેલ થયા
* સુરક્ષા સંસ્થાઓ માટે મેસેજાની આપ-લે કરવા સ્પેશિયલ વાયરલેસ ચેનલની શરૂઆત કરાઈ
* સિક્રેટ મેસેજાને નોર્મલ પોલીસ વાયરલેસ સિસ્ટમ ઉપર મોકલવામાં આવશે નહીં
* રોડ શો પર એસપીજી, એનએસજી, ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે
* ૩૦૦ ટેકનિકલ એક્સપર્ટ જાસૂસીની ફરજ પર જાડાઈ ચુક્યા છે
* ઈલેકટ્રોનિક જાસૂસી માટે અલગ કંટ્રોલ રૂમની શરૂઆત થઈ ચુકી છે
* ૧૨૦ ડોર ફ્રેમ મેટલ ડિટેકટર્સનો ઉપયોગ કરવામાં આવશે
* ૨૪૦ હેન્ડહેલ્ડ મેટલ ડિટેકટર્સનો ઉપયોગ કરાશે
* રૂટ પર ૨૦૦થી વધુ ક્લોઝ સર્કિટ કેમેરા ગોઠવાયા
* સ્થળો પર ૧૨૦ સ્કેનિંગ મશીનો પણ મુકવામાં આવ્યા
* જુદા જુદા જિલ્લાઓને કોડ નંબર આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પા‹કગ વ્યવસ્થા લાગુ રહેશે
* બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝલ ટુકડી પણ સ્થળ પર ગોઠવી દેવામાં આવી
* એનએસજીની એક સ્પેશિયલ ટીમ પણ શહેરમાં પહોંચી
આભાર – નિહારીકા રવિયા