ટ્રમ્પનો ઈલાજ થયો તે દવાનું પરીક્ષણ ત્રીજા તબક્કામાં રોકાયું
અમેરિકન દવા નિર્માતા કંપની કોરોના વાયરસ એન્ટીબોડી દવાનું પરીક્ષણ બંધ કરી દીધું છે. સુરક્ષા કારણોસર આ ટ્રાયલ અટકાવવામાં આવ્યું છે. જોકે, ટ્રાયલ દરમિયાન શું જોખમ આવ્યું છે તે અંગે કંપનીએ કોઈ જાણકારી આપી નથી. આ ઉપરાંત એન્ટિબોડી દવાના પરીક્ષણ દરમિયાન કેટલા સ્વયંસેવકો પર તેની અસર થઈ છે તે અંગે પણ કંપનીએ કોઈ માહિતી આપી નથી. કંપનીના સેફ્ટી મોનિટરિંગ બોર્ડે પરીક્ષણ બંધ કરવાનો ર્નિણય લીધો છે. એવા જ પ્રકારની એન્ટિબોડીઝ થેરાપી દવા બનાવવા પર કામ કરી રહી છે જેવો ઈલાજ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો હતો. કંપનીના પરીક્ષણને સરકાર પાસેથી ભંડોળ પણ મળી રહ્યું હતું.
જેનું પરીક્ષણ બંધ કરવામાં આવ્યું છે તે દવા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પર પ્રયોગ કરવામાં આવી રહી હતી. કંપનીએ એફડીએ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) પાસે તેણે પોતાની એક દવા એલવાય-સીઓવી૫૫૫ ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી માંગી હતી. તે અસ્પષ્ટ નથી કે ટ્રાયલ આ દવાની હાથ ધરવામાં આવી હતી કે બીજી દવા એલવાય-સીઓવી૦૧૬ની, જોકે મહત્વનું છે કે કોઈ પરીક્ષણને અટકાવવા પાછળ તેનાથી કોઈ અન્ય રોગ ઉત્પન્ન થાય છે તેવું નથી હોતું. કંપનીએ તાજેતરમાં તેની બે એન્ટિબોડીઝ દવાઓના સંયોજનના પરીક્ષણનો ડેટા પ્રકાશિત કર્યો હતો. આ ઉપરાંત એક એન્ટિબોડી દવાની મોનોથેરાપીના પરીક્ષણના પરિણામો પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરિણામોમાં કંપનીએ જણાવ્યું હતું કે લોકો પર તેના થોડાં જુદાં જુદાં રિએક્શન જોવા મળ્યાં હતાં, જેમાંથી ફક્ત બે જ એલર્જિક રિએક્શન હોવાનું નોંધાયું છે.
જો કે બધા દર્દીઓ સ્વસ્થ પણ થયા હતા. ટ્રમ્પને આપવામાં આવેલી પ્રાયોગિક એન્ટિબોડી દવા કોવિડ -૧૯ ઇન્ફેક્શન સામે લડવાની સૌથી અસરકારક દવાઓ માનવામાં આવે છે. તેનું ઉત્પાદન કરતી કહે છે કે કંપનીએ આઈવી દ્વારા વિશેષ જોગવાઈઓ હેઠળ ટ્રમ્પને આ દવાનો એક ડોઝ આપ્યો હતો. હકીકતમાં તો આ દવા પર હજુ અભ્યાસ ચાલુ છે પરંતુ તેને કટોકટીમાં વાપરવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉપયોગ ચેપને રોકવા અને સારવાર માટે કરવામાં આવે છે.