ટ્રમ્પે મોદી ચાઈવાલા કહેતા જ લોકોમાં ફેલાયેલું હાસ્યનું મોજું
અમદાવાદ: નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જારદાર નારા ગુંજી ઉઠ્યા હતા. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. ચાવાળા ભાષણમાં શબ્દનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે ભાષણ વચ્ચે મોદીને હાથ મિલાવ્યા હતા. ભાષણ વેળા એકાએક ટ્રમ્પ રોકાયા હતા અને મોદીને હાથ મિલાવવા માટે પહોંચ્યા હતા. ટ્રમ્પે હળવાશના મૂડમાં કહ્યું હતું કે, ચાવાળા મોદી ખુબ જ કઠોર છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર સાથે સવા બાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. જ્યાં વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને ગળે લગાવીને ભારે ઉત્સાહ અને આદર સાથે શાહી સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ બંને મહાનુભાવો ગાંધી આશ્રમ જવા નીકળ્યા હતા. જ્યાંથી તેઓ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ માટે મોટેરા સ્ટેડિયમ જવા નીકળ્યા હતા. જ્યાં મોદીના સંબોધનથી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ શરૂ થયો હતો. ટ્રમ્પ અને તેમના પરિવારને જાવા મોટેરામાં સવા લાખથી વધુ જનમેદની ઉમટી હતી.
એક તબક્કે સમગ્ર સ્ટેડિયમાં જારશોરથી નમસ્તે ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પના નારા ગુંજી ઉઠયા હતા, જે દ્રશ્યો જાઇ એક તબક્કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની મેલેનિયા, દિકરી ઇવાન્કા અને જમાઇ જેરેડ કુશ્નર ગદ્ગદ્ બન્યા હતા. અમેરિકી રાષ્ટપ્રપ્રમુખ ટ્રમ્પે પોતાના સંબોધનમાં શરૂઆતમાં જ જણાવ્યું કે, મોદીના પિતા ચાનો સ્ટોલ ચલાવતા હતા અને મોદી આ શહેરમાં ચા વેચતા હતા. ચાઈવાલા મોદી બોલતા જ સ્ટેડિયમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
સ્ટેડિયમમાં ઉમટેલા માનવમહેરામણે ટ્રમ્પની મિત્ર પ્રત્યેની લાગણી અને પીએમ મોદીની ચાઇથી પીએમ પહોંચવા સુધીની સિદ્ધને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. આ પહેલા ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિના સભ્યોએ ટ્રમ્પ અને મોદીને આવકાર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહનો પરિચય કરાવ્યો, ત્યારે ટ્રમ્પે તેમની સાથે ભારે જાશ સાથે હાથ મિલાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ની હ્યુસ્ટનમાં હાઉડી મોદી ઇવેન્ટમાં લગભગ ૬૦ હજાર લોકો આવ્યા હતાં. જ્યારે આજે તા.૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૦ના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સવા લાખથી વધુ લોકો આવ્યા હતા. સ્ટેડિયમમાં તૈયાર કરેલા બુલેટપ્રુફ કાચ સાથેના વિશાળ સ્ટેજ ઉપર માત્ર ટ્રમ્પ, મેલેનિયા તથા મોદી ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે ટ્રમ્પના મેગા ઈવેન્ટ માટે અનેક ગુજરાતી તથા હિન્દીના ગાયક કલાકારોને બોલાવ્યા હતા. ગુજરાતી ગાયક કલાકારો સાંઈરામ દવે, કિંજલ દવે અને કિર્તિદાન ગઢવી વગેરે કલાકારો પણ ગીતોની રમઝટ બોલાવી હતી. મોટેરા સ્ટેડિયમના પેવેલિયનની આગળ બનાવાયેલા વિશાળ સ્ટેજ ઉપર સવારે ૧૧ વાગ્યાથી પ્રેક્ષકોના આનંદપ્રમોદ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગીત-સંગીતનો દૌર શરૂ થયો હતો.