ટ્રમ્પ મોટેરામાં ૧૫૦ મિનિટ ઉપસ્થિત રહેશે
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની પ્રથમ ઐતિહાસિક યાત્રાએ આવી રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કેમ છો કહેતા નજરે પડશે. અમેરિકી પ્રમુખની ૨૪મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી પોતાની ભારત યાત્રાના પ્રથમ તબક્કામાં ગુજરાત પહોંચશે. અમેરિકામાં થયેલા હાઉડી મોદીની જેમ જ ગુજરાતના અમદાવાદ શહેરમાં બનેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં એક લાખ લોકોની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ અને તેમના પત્નિ મેલાનિયાનું ભવ્ય સ્વાગત કરશે.
કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ સાથે જાડાયેલા સુત્રોએ કહ્યું છે કે, અમેરિકી પ્રમુખ અમદાવાદ પહોંચશે અને આશરે ૨૧૦ મિનિટ સુધી રોકાશે. મોદીના વતન રાજ્ય પહોંચી રહેલા ટ્રમ્પ કાર્યક્રમને લઇને ખુબ જ ઉત્સુક છે. મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે, મોદી તેમના ખુબ સારા મિત્ર છે અને ખુબ શાનદાર વ્યક્તિ છે. તેઓ પોતે ભારત આવવા માટે ઇચ્છુક છે.
અમેરિકી પ્રમુખે કહ્યું છે કે, આ સપ્તાહના અંતમાં તેઓએ વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, મોદીએ કહ્યું છે કે, અમારે ત્યાં લાખો લોકો રહેશે. તેમનું માનવું છે કે, માત્ર એરપોર્ટથી લઇને ન્યુ સ્ટેડિયમ સુધી ૫૦થી ૭૦ લાખ લોકો રહેશે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે આનું નિર્માણ થઇ રહ્યું છે
જે હવે પૂર્ણ થઇ ચુક્યું છે. પહેલાની સરખામણીમાં ચાહકોની સંખ્યા ક્ષમતા બે ગણી કરી દેવામાં આવી છે. ટ્રમ્પ પોતાની યાત્રા દરમિયાન સાબરમતી આશ્રમ પણ જશે. તેમની યાત્રાને ધ્યાનમાં લઇને અમદાવાદ વિમાની મથકથી લઇને સાબરમતી આશ્રમ સુધીના ૧૦ કિલોમીટર સુધીના માર્ગને જારદારરીતે શણગારવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.
મહાત્મા ગાંધી અહીં રોકાયા હતા અને દેશના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્ર સાબરમતી આશ્રમ રહ્યું હતું. સાબરમતી આશ્રમ બાદ ટ્રમ્પ અને મોદી શહેરના મોટેરા સ્ટેડિયમ પહોંચશે તેમની યાત્રાને જાઇને તમામ તૈયારીઓ કરાઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને સભાને સંબોધન પણ કરશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને તૈયાર કરવા ૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
આમા આશરે ૧૧૦૦૦૦ લોકો બેસી શકે છે. ૧૫૦ મિનિટ સુધી અથવા તો આશરે અઢી કલાક સુધી ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં રોકાશે. એમ માનવામાં આવે છે કે, હાઉડી મોદીની જેમ આ વખતે મોટેરા સ્ટેડિયમમાં મોદી અને ટ્રમ્પની મિત્રતાનો અલગ રંગ જાવા મળી શકે છે. અમેરિકાના ટેક્સાસમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં ૪૦૦૦૦ લોકો પહોંચ્યા હતા અને અમેરિકી પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
આ વખતે આશરે એક લાખ લોકો મોટેરામાં કેમ છો ટ્રમ્પ કહેતા નજરે પડશે. કેમ છો ટ્રમ્પ હાઉડી મોદી ટ્રમ્પના અનુવાદ તરીકે છે.
ટ્રમ્પ અને તેમના પત્નિનું પરંપરાગત ગુજરાતી અંદાજમાં સ્વાગત કરાશે. ટ્રમ્પ અને મોદી દિપ પ્રગટાવીને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. સ્ટેડિયમમાં વિતેલા વર્ષોમાં ભારતની ક્રિકેટ મેચો રમાતી રહી છે પરંતુ તેને હવે નવેસરથી તૈયાર કરવામાં આવ્યું છે. જુના મોટેરા સ્ટેડિયમમાં ૫૩૦૦૦ ચાહકો એક સાથે ક્રિકેટ મેચની મજા માણતા હતા પરંતુ હવે જ્યારે આ મેદાન પર મેચ રમાશે ત્યારે એક લાખ ૧૦ હજાર ચાહકો બેસી શકશે.