Western Times News

Gujarati News

ટ્રમ્પ-મોદીના રોડ શોની તૈયારીઓ પૂરજાશમાં

અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદવાદ યાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રમ્પઅને મોદી ભવ્ય રોડ શો પણ કરનાર છે. તેમનું સ્વાગત કરવા અલગ અલગ ધર્મના લોકો અને અનુયાયીઓ પણ રહેશે. આ રોડ શોની તમામ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. બેઠકોના દોર ચાલી રહ્યા છે. બેઠકમાં દરેક ધર્મના લોકો પરંપરાગત વેશભુષા સાથે હાજર રહી ટ્રમ્પનું સ્વાગત કરવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ રોડ શોમાં સેંકડો સંસ્થાઓ જાડાનાર છે. દેશના અલગ અલગ પ્રાંતોના લોકો પણ પહોંચી રહ્યા છે. ૫૦૦૦૦થી વધુ લોકો ૨૨ કિલોમીટરના માર્ગમાં ટ્રમ્પ અને મોદીનું સ્વાગત કરશે.


મેયર બિજલ પટેલે માહિતી આપતા કહ્યું છે કે, આ રોડ શો સૌથી લાંબો અને અભૂતપૂર્વ રહેશે. જુદી જુદી જગ્યા પર સ્ટેજ પર અલગ અલગ ગરબા અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ શોનો રુટ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ-હાંસોલ અને ઈન્દિરા  બ્રિજ થઇને મોટેરા સ્ટેડિયમ આવશે. આને લઇને તંત્ર દ્વારા કોઇ કચાસ ન રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આયોજનને લઇને માત્ર ભારત સરકાર નહીં બલ્કે અમેરિકી તંત્ર પણ સંપૂર્ણપણે સજ્જ છે. કેમ છો ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.

વીવીઆઈપી અથવા તો અન્ય મહેમાનો હંમેશા સાબરમતી આશ્રમની મુલાકાત લેતા રહે છે.  આ વખતે વિશ્વની સૌથી શક્તિશાળી  વ્યક્તિ  પહોંચી રહી છે. આના ભાગરુપે સાબરમતી આશ્રમમાં પણ સીટી ક્રાઈમ બ્રાંચ સહિત સુરક્ષા સંસ્થાઓ મોરચા સંભાળી ચુકી છે. થ્રીડી સ્કેનરો મુકી દેવામાં આવ્યા છે. થ્રીડી સ્કેનર્સનો ઉપયોગ સાબરતમી આશ્રમમાં કરવામાં આવી રહ્યો છે. ગાંધીઆશ્રમ નજીકની ત્રણ સોસાયટીના નિવાસીઓને કઠોર ચકાસણીનો સામનો કરવો પડી રહ્યો છે.

આના ભાગરુપે ઇસ્કોન રિવરસાઇડ સોસાયટી, શીલાલેખ અને શીતલ એક્વામાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવનાર છે. ટ્રમ્પની યાત્રા ખુબ ઐતિહાસિક બનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્‌ઘાટન કરવા પહોંચી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની યાત્રાને લઇને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રહેનાર છે જેમાં અમેરિકી સુરક્ષા સંસ્થાઓ પણ ટ્રમ્પની સુરક્ષામાં તૈનાત રહેશે. સાથે સાથે ભારતીય સુરક્ષા સંસ્થાઓના અધિકારીઓ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને અન્ય સુરક્ષા ટીમો દ્વારા ચકાસણી શરૂ થઇ ચુકી છે.

ટ્રમ્પ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લેનાર છે જેને ધ્યાનમાં લઇને ગાંધી આશ્રમ નજીક આવેલી ત્રણ સોસાયટીઓના નિવાસીની ચકાસણી પણ થનાર છે જેમાં ઇસ્કોન રિવર સાઇડ, શીલાલેખ અને શીતલ એક્વાનો સમાવેશ થાય છે. પોલીસ ટુકડીઓ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. સુરક્ષા પ્લેટફોર્મને અભૂતપૂર્વ કરવામાં આવી રહ્યા છે.

બીજી બાજુ મોટેરા સ્ટેડિયમની આસપાસ પણ સઘન સસુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આના ભાગરુપે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ક્રાઈમ બ્રાંચ અને ગુજરાત એટીએસની ટીમ સાથે મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમની મુલાકાત લઇ ચુક્યા છે. સિનિયર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓોનું કહેવું છે કે, ફિલ્ડ વિઝિટ કરવામાં આવી ચુકી છે. શહેર પોલીસના સાઇબર સેલ દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે. મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી આશ્રમ ખાતે તમામ સીસીટીવી કેમેરાને વ્યવસ્થિત  કરી દેવામાં આવ્યા છે.

સીસીટીવી કેમેરાથી ફિડબેક મેળવવા માટે અને વ્યુ જાણવા માટે કન્ટ્રોલ રુમની રચના પણ થઇ ચુકી છે. સુરક્ષા સંસ્થાઓ માત્ર અમદાવાદ શહેર ઉપર ધ્યાન આપી રહી નથી બલ્કે સરહદ ઉપર પણ નજર રાખી રહી છે. મરીન પોલીસ, ઈન્ડિયન  કોસ્ટ ગાર્ડ, નેવીને પણ એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. ૧૬૦૦ કિલોમીટર લાંબા દરિયાકિનારા પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત રખાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.