ટ્રમ્પ યાત્રાને લઈ ક્રાઈમ બ્રાંચનો એકશન પ્લાન
અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાઈપ્રોફાઈલ યાત્રાને લઈને તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે ત્યારે સુરક્ષા પાસાઓને લઈને પણ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એકશન પ્લાન તૈયાર કર્યો છે. સ્પેશિયલ પોલીસ કમિશનર અજય તોમરે આજે નસમ્તે ટ્રમ્પ કાર્યક્રમ અને તેમના અન્ય કાર્યક્રમને લઈને સુરક્ષા અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે તમામ સુરક્ષા સંસ્થાઓ સંપૂર્ણ સજ્જ છે.
સિક્રેટર સર્વિસ, એસપીજી, એનએસજી, એટીએસ, ક્રાઈમ બ્રાંચ, રેપિટ એકશન ફોર્સ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓ સંકલન સાધીને વ્યવસ્થા પર કામ કરી રહી છે. એસઆરપી અને પેટાકમાન્ડો પર ફરજ બજાવશે. મેટલ ડિટેકટર અને એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે. આ ઉપરાંત કોઈ કચાશ ન રહે તે માટે સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લાઓમાંથી આવેલા લોકો માટે પા‹કગની જુદી જુદી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
જીએમડીસી ગ્રાઉન્ડમાં પા‹કગની વ્યવસ્થા કરાઈ છે. જ્યાંથી બસ મારફતે લોકો સ્ટેડિયમ પર પહોંચશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને પીએમ મોદીની તા.૨૪ ફેબ્રુઆરીની મુલાકાતને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બહુ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તે અંતર્ગત શહેરમાં પોલીસ અને સુરક્ષા જવાનોની અભેદ્ય લોખંડી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને બંને મહાનુભાવો જે રૂટ પરથી પસાર થવાના છે અને મોટેરા સ્ટેડિયમ સહિત જે કાર્યક્રમોમાં હાજરી આપવાના છે તે સ્થળોએ તેમની ફરતે અભેદ્ય સુરક્ષા કવચ તૈનાત રહેશે.
ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ સુરક્ષા એજન્સીઓ તમામ પ્રકારે સુસજ્જ હોવાનો દાવો કરતાં શહેર ક્રાઇમબ્રાંચના સ્પેશ્યલ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ટ્રમ્પ અને મોદીની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ થઈ ગઈ છે. ટ્રમ્પના ભારત પ્રવાસને લઈ એજન્સીઓ એકદમ સતર્ક અને હાઇએલર્ટ પર છે. અમદાવાદ પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોટું આયોજન છે. સિક્રેટ સર્વિસ, એસપીજી, એનએસજી, એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ,રેપિડ એક્શન ફોર્સ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ સંકલન સાધીને આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તેમજ એસઆરપી અને ચેતક કમાન્ડો પણ ફરજ પર રહેશે.
આ દરમિયાન મેટલડીટેક્ટર અને એન્ટી ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. તમામ એજન્સીઓ, અમ્યુકો, ટ્રાન્સપોર્ટ કમિશનર, અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સંકલન સાથે કામગીરી ચાલી રહી છે. ટ્રમ્પનું એરપોર્ટ ખાતે સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ રોડ શો યોજાશે. તેની સાથે સાથે પોલીસે સાબરમતી આશ્રમમાં પણ બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસને સાબરમતી આશ્રમના કાર્યકમ રદ થવા અંગે કોઈ માહિતી નથી. સુરક્ષા માટે અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજમાં રહેશે. લેટેસ્ટ ટેકનોલોજી સાથે ગુજરાત પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં મદદરૂપ થશે. જ્યારે ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ અને બેરિકેડ પણ રાખવામાં આવશે.
તમામ નાગરિકોને સમયસર કાર્યક્રમમાં પહોંચવા માટે અપીલ કરવામાં આવે છે. એક પાસમાં એક વ્યક્તિને જ પ્રવેશ મળશે. આ કાર્યક્રમ માટે બે કિલોમીટરની અંદર સ્ટેડિયમમાં પા‹કગની વ્યવસ્થા કરી છે. ટ્રમ્પની સુરક્ષાની તકેદારી રાખવાની છે. દરેક જિલ્લામાંથી આવેલા લોકો માટે પાર્કિંગ સ્થળ પણ નક્કી કર્યાં છે. આ લોકો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવશે. જ્યાંથી બસ મારફતે સ્ટેડિયમ જશે.