ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો રશિયા-યુક્રેન ન થયું હોત!
પુતિને નિવેદન આપી વિવાદ સર્જ્યાે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૦૨૦ યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર પણ સવાલ ઉઠાવ્યા
મોસ્કો,
ડોનાલ્ડ ટ્રમ્પે યુનાઈટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રપતિ પદ સંભાળી લીધું છે, એ સાથે જ તેમણે લીધેલા નિર્ણયો અંગે વિવાદો થઇ રહ્યા છે. એવામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધુ એક વિવાદ ઉખેડ્યો છે. એક ઈન્ટરવ્યું દરમિયાન પુતિને કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો ૨૦૨૨ માં રશિયા-યુક્રેન યુદ્ધ શરુ ન થયું હોત. નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ રશિયા તરફી હોવાના આરોપો લાગ્યા છે, એવામાં પુતિનનું નિવેદન મહત્વનું છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૦૨૦ યુએસ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પર પણ સવાલ ઉઠાવ્યા. તમણે કહ્યું કે ૨૦૨૦ ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર ગડબડને કારણે થઇ હતી. તેમણે કહ્યું,”જો ૨૦૨૦ માં તેમની પાસેથી જીત છિનવી લેવામાં ન આવી હોત, અને તેઓ રાષ્ટ્રપતિ હોત, તો કદાચ ૨૦૨૨માં યુક્રેનમાં સંકટ સર્જાયું ન હોત.”પુતિને રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને સ્માર્ટ અને વ્યવહારિક ગણાવ્યા. પુતિને વૈશ્વિક મુદ્દાઓને સંભાળવાની ટ્રમ્પની ક્ષમતાની પ્રશંસા કરી. પુતિને કહ્યું કે પેટ્રોલિયમના ભાવમાં વધઘટ રશિયા અને અમેરિકા બંને માટે નુકસાનકારક હોઈ શકે છે.ss1