Western Times News

Gujarati News

ટ્રમ્પ ર૧ થી ર૪ ફેબ્રુ. દરમ્યાન ભારતમાં

Official portrait of President Donald J. Trump, Friday, October 6, 2017. (Official White House photo by Shealah Craighead)

નવી દિલ્હી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૧ ફેબ્રુઆરીથી ર૪ ફેબ્રુઆરી દરમ્યાન ભારતની મુલાકાત લેશે. જે દરમ્યાન એક દિવસ અમદાવાદમાં વડાપ્રધાન મોદી સાથે સંયુકત જાહેર સભાનું પણ આયોજન કરાશે. તેમ આ બાબત સાથે સંકળાયેલ લોકોનું કહેવું છે. આયોજન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા અધિકારીઓએ કહ્યું હતું કે અમેરિકન સરકારે ફેબ્રુઆરી ર૧ થી ર૪ ની રાષ્ટ્રપતિની વીઝીટ માટે દિલ્હીની આઇટીસી મૌર્ય હોટલ બુક કરાવી છે જેમાં હોટલનો પ્રેસીડેન્શીયલ સ્યુટ પણ સામેલ છે. આઇટીસી મૌર્યમાં ઉતરેલા અન્ય અમેરિકન રાષ્ટ્રપતિઓમાં બરાક ઓબામા અને બિલ કલીન્ટનના નામ સામેલ છે. આ વીઝીટ એવા સમયે થઇ રહી છે જયારે પાકિસ્તાન યુએન હયુમન રાઇટસ કાઉન્સીલની ર૪ થી ૩૦ માર્ચ દરમ્યાન જીનીવામાં યોજાનાર બેઠકમાં ભારત પર હુમલો કરવાની તૈયારીઓ તેજ કરી રહ્યું છે.

કલમ ૩૭૦ અને સીએએ તથા સંભવિત એનઆરસીને કારણે મોદી શાસનમાં ભારતીય મુસ્લિમો ભય હેઠળ જીવતા હોવાની દલીલો કરીને પાકિસ્તાન તેને રદ કરાવવા માટેની દલીલો રજુ કરશે તેવું ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે ટ્રમ્પની ભારત મુલાકાતમાં મુખ્ય મુદે ટ્રેડ ડીલ રહેશે, જયારે બન્ને નેતાઓ ચીન, ઇન્ડોપેસીફીક, અફઘાનિસ્તાન, ઇરાન, પાકિસ્તાન દ્વારા ફેલાવાતા આતંકવાદ ઉપર પણ ચર્ચા કરશે. આ ઉપરાંત વાતચીત દ્વારા અમેરીકામાં નિકાસ થતી પ.૬ બીલીયન ડોલરની વસ્તુઓ પર ઝીરો ટેરીફની પણ ભારતને આશા છે જયારે અમેરિકા ઇચ્છે છે કે ભારતમાં નિકાસ થતા ૬ બીલીયન ડોલરના કૃષિ ઉત્પાદનો પર ભારત ટેક્ષ ઘટાડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.