ટ્રમ્પ વહિવટીતંત્ર દ્વારા એચ-૧બી વીઝામાં છૂટ આપવામાં આવી

વોશિંગટન, ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વીઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી આ વીઝાધારકોને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી મળી શકશે. ખાસ કરીને એ લોકોને આનાથી ફાયદો મળશે જેમને વીઝા પ્રતિબંધના લીધે નોકરી છોડવી પડી હતી. જો તેઓ તેમની નોકરીઓમાં પાછા ફરે છે તો આ છૂટનો ફાયદો મળી શકે છે. અમેરિકન વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યું કે તેમાં પ્રાઇમરી વીઝાધારકની પત્ની અને બાળકોને પણ તેની સાથે મંજૂરી મળશે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના સલાહકારે કહ્યું કે જે પણ અરજી અમેરિકામાં પોતાની પહેલી કંપનીમાં નોકરી માટે અપીલ કરશે તો એચ-૧બી વીઝા શરતોમાં રાહતના લીધે તેમને ફાયદો મળી શકે છે.
૨૨ જૂને ટ્રમ્પે વર્ષ માટે એચ-૧બી વીઝા પર બેન મૂકવાની જાહેરાત કરી હતી, જેનાથી ભારત સહિત દુનિયાના આઈટી પ્રોફેશનલ્સને ઝટકો લોગ્યો |
પ્રશાસને ટેકનોલોજી, વરિષ્ઠ સ્તરીય પ્રબંધકો અને અન્ય કર્મીઓને પણ યાત્રાની મંજૂરી આપી દીધી છે, જે એચ-૧બી વીઝા ધરાવે છે. એટલું જ નહીં તેમની યાત્રા અમેરિકાના તરત અને નિરંતર આર્થિક સુધારાને સુવિધાજનક બનાવા માટે ખૂબ જ જરૂરી છે. ૨૨ જૂનના રોજ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષ માટે એચ-૧બી વીઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. તેનાથી ભારત સહિત દુનિયાના આઇટી પ્રોફેશનલને મોટો ઝાટકો લાગ્યો હતો. જો કે હવે અમેરિકન પ્રશાસને વીઝા પ્રતિબંધને વૈકલ્પિક બનાવી દીધા છે. આથી એચ૧-બી વીઝા ધારકોને કેટલીક શરતો પર અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી મળશે.
ટ્રમ્પ પ્રશાસને એ વીઝા ધારકોને પણ યાત્રાની મંજૂરી આપી દીધી છે જે કોવિડ-૧૯ મહામારીના પ્રભાવોને ઓછો કરવા માટે કામ કરી રહ્યા છે. ખાસ કરીને લોકોના સ્વાસ્થ્ય અને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે કામ કરી રહ્યા છે. અમેરિકામાં કોરોના સંકટથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની ચૂકી છે. એવામાં અમેરિકન સરકારે એચ-૧બી વીઝાને લઇ મોટો ર્નિણય લીધો છે. એચ-૧બી વીઝા એક બિન પ્રવાસી વીઝા છે. અમેરિકામાં કાર્યરત કંપનીઓને આ વીઝા એવા કુશળ કર્મચારીઓને રાખવા માટે અપાય છે જેમની ત્યાં અછત હોય છે. આ વીઝાની વેલેડિટી છ વર્ષની હોય છે. અમેરિકન કંપનીની ડિમાન્ડના લીધે ભારતીય આઇટી પ્રોફેશલને એચ-૧બી વીઝા સૌથી વધુ મળે છે.SSS