ટ્રસ્ટના પ્રશ્નો અને કાર્યવાહી સંદર્ભે ટ્રસ્ટીઓ વર્ચ્યુઅલી મીટીંગ કરી શકશે
(એજન્સી) અમદાવાદ, કોવિડ-૧૯ના સંક્રમણની સ્થિતિમાં ટ્રસ્ટના પ્રશ્નો સંદર્ભે અને એના કાર્યવાહી માટે ટ્રસ્ટીઓની વચ્યુઅલી બેઠક યોજી શકાય કે નહી? તે અંગે રાજયના ચેરીટી કમિશ્નરનું માર્ગદર્શન માંગવામાં આવ્યુ હતુ. જેને અનુલક્ષીને રાજયના ચેરીટી કમિશ્નર વાય.એમ.શુકલા એ પરિપત્ર બહાર પાડ્યો છે.
ટ્રસ્ટીઓ તેમના ટ્રસ્ટો સંબંધે વચ્ર્યુઅલી મીટીંગનું આયોજન કરી શકે છે. વચ્ર્યુઅલી મીટીંગમાં કરવામાં આવતા ઠરાવો અંગે અસલ ઠરાવ બુક નિભાવવાની રહેશે. આ ઠરાવના આધારે ટ્રસ્ટના લગતા કોઈપણ કેસ તંત્રની કચેરીમાં દાખલ કરાય તો એવા સંજાેગોમાં ઠરાવની પ્રમાણિત નકલ કામ સાથે રજુ કરવાની રહેશે અને વચ્ર્યુઅલી મીટીંગ કર્યા અંગેનુૃં અરજદાર/ટ્રસ્ટીઓએ એવા કામમાં સોગંદનામુ કરવાનું રહેશે.
જ્યારે જ્યારે વચ્ર્યુેઅલી મીટીંગ કરાય ત્યારે તેની ક્લિપ ટ્રસ્ટી મડળ સાચવીને રાખવાની રહેશે. જયારે આ ક્લિપ માંગવામાં આવે ત્યારે તે કચેરીમાં રજુ કરવાની રહેશે. ચેરીટી તંત્રની કોઈપણ કચેરીમાં અધિનિયમ અન્વયેનો કોઈપણ પ્રકારનો કેસ કે કામ રજુ કરાય તો આ સંજાેગોમાં ઉપરાકત સુચનોને ટ્રસ્ટીઓ દ્વારા અનુસરવામાં આવેલા છે કે કેમ? એની ખાતરી સંબંધિત અધિકારીએ કરી લેવાની રહેશે.