ટ્રસ્ટની ફાઈલ પાસ કરાવવાના બહાને ગઠીયાએ અઢી લાખની ઠગાઈ આચરી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એક સ્વેચ્છીક સંસ્થાની ફાઈલ પાસ કરાવવા ગઠીયાએ અઢી લાખ રૂપિયા પડાવ્યાની ફરીયાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે નોધાઈ છે. ગઠીયાએ પોતે ગાંધીનગર સરકારી ઓફિસમાં કામ કરતો હોવાની ઓળખ આપી ફાઈલ પાસ કરાવી દેશે એવી બાંહેધરી આપતાં મહિલા ટ્રસ્ટી તેની વાતોમાં આવી ગયા હતા. ઉત્કર્ષ ટ્રસ્ટ નામે સંસ્થા ધરાવતા રેખાબેન મુકુલભાઈ અર્ધ્વ્યુ (પ૬) પારીતોષ સોસાયટી, ગુજરાત યુનિવર્સિટી ખાતે રહે છે. તેઓ સ્ત્રીઓ માટે કાર્ય કરે છે.
દરમ્યાનમાં દર્પણ પોર્ટલ પર ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પ્રોજેક્ટ મેળવવા માટે તેમણે ગવર્નમેન્ટ આરોગ્ય વિભાગમાં ગાંધીનગર ખાતે પોતાની ફાઈલ મુકી હતી. જેની જાણ કોઈ રીતે કમલેશ ચંપકલાલ નાગોરી (લક્ષ્મી સોસાયટી, નરોડા) ને થઈ જતાં તેણે રેખાબેનનો સંપર્ક સાધી પોતે એ જ ઓફિસના કર્મચારી હોવાનું જણાવ્યુ હતુ. અને જા તમારી ફાઈલ પાસ કરાવવી હોય તો અઢી લાખ રોકડા આપવા પડશ તેમ કહેતા રેખાબેને તેમનું લખાણ લઈ રૂપિયા ચુકવ્યા હતા.
જા કે ઘણા દિવસ થવા આવ્યા છતાં કામ ન થતાં શંકા જતાં રેખાબેને કમલેશની પૂછપરછ કર્યા બાદ તેણે વધુ રૂપિયા માંગ્યા હતા. જે આપવાની ના પાડતા તેઓ ફોન ઉપાડવાનું બંધ કરતાં પોતે છેતરાયાની જાણ થતાંરેખાબેને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.