Western Times News

Gujarati News

ટ્રાફિકના કડક નિયમો નાણાકીય લાભ માટે નહિ પણ લોકોની સલામતી અને સુરક્ષા માટે: અરવલ્લી પોલીસે માઈકથી એનાઉન્સ કર્યું

(પ્રતિનિધિ)ભિલોડા, દેશમાં નવો મોટર વ્હિકલ એકટ લાગૂ થયા બાદ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડ ખૂબ વધી ગયો છે. આ સિવાય વાહન ચાલકોના મગજમાં એક ટેન્શન ચાલાનની ચૂકવણીને લઇ છે. અરવલ્લી ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથધરી મોડાસા શહેરના જાહેર સ્થળોએ વાહનચાલકો અને પ્રજાજનોમાં જાગૃતિ માટે માઈકમાં એનાઉન્સ કરી ટ્રાફિકના નવા નિયમોના નિયમન માટે સહયોગ આપવા જણાવ્યું હતું.

 

 

 

અરવલ્લી જીલ્લા ટ્રાફિક પોલીસે ૧૬ સપ્ટેમ્બર થી લાગુ થનાર ટ્રાફિકના નવા નિયમોની નિયમન માટે મોડાસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકવાન સાથે પહોંચી માઈકમાં એનાઉન્સ કરી વાહનચાલકોને નિયમો અંગે ઉજાગર કરી “સરકારે મોટર વિહકલ અધિનિયમની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે એ લોકોને ખોટી રીતે હેરાનગતિ થાય તે માટેનો કે નાણાકીય લાભ માટે નહિ પરંતુ ટ્રાફિકના નિયમન થકી લોકોની સલામતી અને સુરક્ષાનો” છે તેવી જાહેરાત કરી હતી. અરવલ્લી ટ્રાફિક પોલીસે વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની અને અન્યોની સલામતી અને સુરક્ષાના જાહેરહિતના કાર્યમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.