Western Times News

Gujarati News

ટ્રાફિકના ભંગ બદલ ઇ-ચલણ ઇશ્યુ કરવા માટે કામગીરી શરૂ

Files Photo

અમદાવાદ: રાજ્યમાં નાગરિકોની માર્ગ સલામતી સુરક્ષા વધુ સઘન બને તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ તમામ જિલ્લાઓમાં ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. રાજ્યના ૪૧ શેહરોમાં ૧૫-૨-૨૦૨૦થી વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પેટે ઇ-ચલણ ઇશ્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના લોકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને કાયદો-વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવામાં આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઇ રહ્યો છે.

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા નાગરિકો ટ્રાફિકના નિયમો અંગે જાગૃત બને, માર્ગ સુર્કષા વધુ સુદૃઢ બને તે માટે રાજ્યના તમામ જિલ્લાના ૪૧ શહેરોમાં ટ્રાફિક જંક્શન, પ્રવેશ, એક્ઝિટ  પોઇન્ટ અને સ્ટ્રેટેજિક સ્થળોએ ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરાનું મજબૂત નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. આ નેટવર્કને સંબંધિત જિલ્લા નેત્રમ સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ ક્રાઈબર કનેક્ટીવીટીથી જાડવામાં આવ્યું છે. રોંગ સાઇડમાં વાહન ચલાવવું,

ઓવરસ્પીડથી વાહન ચલાવવું, ચાલુ વાહને મોબાઇલ પર વાતો કરવી, ટ્રીપલ સવાલી જેવા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોને આ સીસીટીવી કેમેરા નેટવર્કની મદદથી દંડ પેટે ૧૫-૨-૨૦૨૦થી ઇ-ચલણ ઇશ્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગથી ભરી શકશે. ઉપરાંત વાહનચાલકો પોતાના જિલ્લના નેત્રમ અને નિયત કરેલ પોલીસ સ્ટેશનમાં રોકડમાં પણ ઇ-ચલણની રકમ ભરી શકશે તેમ પોલીસ વિભાગની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.