ટ્રાફિક નિયમોનું પાલન કરવા હાકલ કરતા આચાર્ય સ્વામીજી મહારાજ
અમદાવાદ, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર (Shri Swaminarayan Gadi Sansthan Maninagar) આયોજિત સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી મુખવાણી વચનામૃત દ્વિંશતાબ્દી મહોત્સવ તથા જીવનપ્રાણ અબજીબાપાશ્રી (Abjibapa) શતામૃત મહોત્સવના પ્રારંભે
શ્રી મુક્તજીવન સ્વામીબાપા (Muktajivan Swamibapa) ૧૧૨ મી પ્રાગટ્ય જયંતીએ (Pragatya Jayanti) સંસ્થાન દ્વારા શૈક્ષણિક હેતુસર રૂપિયા ૧૬ લાખના ચેક પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના વરદ હસ્તે અર્પણ કરાયો હતો. પૂજન- અર્ચન આરતી તુલા વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. પરમ પૂજ્ય આયાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ આપણા હિંતની વાત છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.