Western Times News

Gujarati News

ટ્રાફિક પોલીસની આળસથી કોર્ટમાં વાહનચાલકોના ૧,૬૦૦ મેમો રદ થયા

પ્રતિકાત્મક

અમદાવાદ ટ્રાફિકે નિયત સમયમાં મેમો કોર્ટને સુપરત જ ન કર્યા

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવસને દિવસે ટ્રાફીકની સમસ્યા વકરી રહી છે. બીજી તરફ ટ્રાફીક પોલીસ નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે ઈ-મેમો આપીને કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમદાવાદ ટ્રાફીક પોલીસ દ્વારા ૧૬૦૦ જેટલા મેમા સમય મર્યાદામાં કોર્ટમાં નહી મોકલતા મેટ્રોપોલીટન કોર્ટે રદબાતલ ઠરાવી દીધા છે. એડીશનલ ચીફ મેટ્રોપોલટન મેજીસ્ટ્રેટ ડી.એચ. ખંભાતીએ નોધ્યું હતું કે, પોલીસ દ્વારા એમ.વી. એઅકટ અન્વયેના ગુનામાં ફરીયાદ દાખલ કરી છે.

જે ફરીયાદમાં બનાવની તારીખ જોતાં અને સજાની જોગવાઈ ધ્યાનમાં લેતા આ ગુનો બન્યા બાદ પોલીસના ધ્યાન ઉપર આવેલ છે. અને ત્યારબાદ હાલની ફરીયાદ કોર્ટમાં રજુ કર્યાની તારીખ જોતાં ક્રિમીનલ પ્રોસીજર કોર્ડની કલમ ૪૬૮ મુજબ કોગ્નિઝન્સ લેવાની સમયમર્યાદા વીતી ગયા બાદ રજુ કરીર છે. પોલીસ દ્વારા વિલંબ અંગે કોઈ કારણ કે ખુલાસો નથી

આ સંજોગોમાં અત્રેની કોર્ટ દ્વારા કાયદાની નિયત કરેલી સમય મર્યાદા બાદ ગુના અંગે કોગ્નિઝન્સ લઈ શકે નહી અને આરોપી સામે ટ્રાયલ શરૂ કરી શકાય નહી. જેથી ટ્રાફીક પોલીસ દ્વારા દાખલ કરેલી ફરીયાદ ચાલવા પાત્ર નથી. શહેરમાં ટ્રાફીકની સમસ્યાને નિવારવા માટે સીસીટીવીના આધારે લોકોને મેમો અપાઈ રહયાં છે. ટ્રાફીક પોલીસે ટ્રાફીક નિયમનના ભંગ બદલ કુલ ર.૩૦ લાખ વાહનચાલકોને ર૦ર૪ સુધીમાં ઈ-મેમા આપીને ૧.૬પ લાખ પોલીસે કેસ કર્યા હતા.

ટ્રાફીક પોલીસ દ્વારા મેમાં દંડની વસુલાત માટે નોટીસ મોકલીને ખાસ વચ્યુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનુની કાર્યવાહી કરી રહયા છે. આ ઉપરાંત લોક અદાલતમાં મેમાના કેસો મુકીને પતાવટ કરાઈ રહી છે. ત્યારે ટ્રાફીક પોલીસ દ્વારા સમયમર્યાદા બાદ ટ્રાફીક એમ.વી.એકટ હેઠળ કોર્ટમાં મોકલ્યા હતા. જે કોર્ટના ધ્યાને આવતા આશરે ૧૬૦૦ જેટલા મેમો કોર્ટે કાઢી નાખ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.