ટ્રાફિક પોલીસે ૪૨ હાઈવે પેટ્રોલ કારની ખરીદી કરી
અમદાવાદ, ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાફિક પોલીસે ૪૨ હાઈવે પેટ્રોલ કારની ખરીદી કરી છે. હાઇવે પેટ્રોલ કાર રાજ્યના જિલ્લા પોલીસ અને શહેરને આપવામા આવી છે. આ હાઇવે પેટ્રોલ કાર હાઇવે પર પેટ્રોલિંગ, ટ્રાફિક ક્લિયર, અકસ્માત સમયે રેસ્ક્યુ, અકસ્માત સ્થળ પર મદદ કરશે. આ વાહનમાં રેસ્ક્યુને લાગતા તમામ સાધનો પણ આપવામાં આવ્યા છે, જેનાથી અકસ્માત સ્થળ પર સરળતાથી મદદ થઇ શકે છે.
આ પેટ્રોલ કારમાં ૩ પોલીસ કર્મી ફરજ પર રહેશે. સાથે જ બીજું પણ પોલીસ વાહન આપવામાં આવ્યું છે જે ઇન્ટરસેપશસન વાહન છે જે વાહનોની ઓવર સ્પીડને રેકોર્ડ કરી શકશે અને ઓવર સ્પીડ વાહન ચાલકને સ્થળ પર જ દંડ આપી દેવાશે. જેના કારણે અમદાવાદના વાહન ચાલકો ચેતજાે! કારણ કે તમે પણ આ પોલીસ વાહનમાં રેકોર્ડ થઇ શકો છો. ત્યારે આવનાર ૩૧મી ડિસેમ્બરને લઇને પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસમાં પણ ઉપયોગ કરવામાં આવશે.
હવે ધૂમ સ્ટાઈમાં વાહન ચલાવનારોઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પુરપાટ ઝડપે વાહન ચલાવનાર પર લગામ કસવા હવે પોલીસ અદ્યતન ટેક્નોલોજી યુક્ત વાહનોથી સજ્જ થઈ છે. ત્યારે અમદાવાદના વાહન ચાલકોએ હવે ચેતી જવાની જરૂર છે.કેમ કે જાે તમે પુરપાટ ઝડપે ડ્રાઈવિંગ કરશો તો હવે બચી નહીં શકો.
નવા વર્ષની આગલી રાત એટલે કે ૩૧મી ડિસેમ્બરે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટીઓ યોજાતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના કેસ વધતા સરકારે રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કર્યો છે. છતાં પણ ડીજે પાર્ટી તો ઠીક પણ લોકો દારૂની પાર્ટી પણ કરતા હોય છે. જેને લઇને પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.
પોલીસ સોશિયલ મિડીયા દ્વારા પણ આ પ્રકારની ગતિવિધીઓ પર નજર રાખી કાર્યવાહી કરતી હોય છે. ગુજરાત રાજ્ય સ્ટેટ ટ્રાફિક પોલીસ ૩૧મી ડિસેમ્બર માટે સજ્જ છે અને પોલીસે એક્શન પ્લાન પણ ઘડી કાઢ્યો છે. ૩૧મી ડિસેમ્બરની રાત્રે પશ્ચિમ વિસ્તારોમાં ડીજે પાર્ટીઝનું આયોજન ખુબ ચલણમાં આવ્યું છે.
જેને લઇને પોલીસ સજ્જ બનશે. પશ્ચિમ વિસ્તારમાં વાત કરીએ તો પોલીસ બે વિસ્તારમાં ખાસ ધ્યાન રાખશે. એક તો એસજી હાઇવે અને બીજાે સીજી રોડની આસપાસનો વિસ્તાર. સાથે-સાથે કોઇ હાઇપ્રોફાઇલ દારૂ કે અન્ય નશાકારક પાર્ટી યોજાશે તો તેની પર પણ પોલીસ બાજ નજર રાખશે.SSS