ટ્રાફિક રૂલ્સ તોડો છો તો પાસપોર્ટ-વીઝા રદ થઇ શકે છે
લુધિયાણા (ભરત શર્મા): હવે વિદેશ જવાની ઇચ્છા ધરાવનાર ટ્રાફિક નિયમો (Traffic Rules)નું ઉલ્લંઘન કરવું પડી શકે છે. આમ કરતાં તેમના પાસપોર્ટ (Passport) અને વીઝા (VISA) રદ થઇ શકે છે. જોકે, લુધિયાણા (Ludhiana)માં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખતા લુધિયાણા પોલીસ કમિશ્નર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ખાસકરીને જે લોકો હવે વિદેશમાં જવા માટે ઇચ્છુક છે અને જો તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેમને ભારે કિંમત ચૂકવવી પડે છે, કારણ કે ટ્રાફિક નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારના પાસપોર્ટ સુધી રદ કરવાની ચળવળ લુધિયાણા પોલીસે શરૂ કરી છે. આઉપરાંત લુધિયામાં ગેરકાયદેસર કબજા વિરૂદ્ધ પણ પોલીસે ચળવણ શરૂ કરી છે, જેના હેઠળ એક દિવસમાં જ 29 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ કમિશ્નર રાકેશ અગ્રવાલ અનુસાર ટ્રાફિકની સમસ્યા લુધિયાણામાં મોટી સમસ્યા છે, જેને ધ્યાનમાં પોલીસે હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સખત કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પાસપોર્ટ અને હથિયાર ઉપરાંત લાઇસન્સ રદ કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે દૂતાવાસો દ્વારા પણ પંજાબ પોલીસ સાથે આ સંબંધમાં કાર્યવાહી કરીને ડેટા એકત્ર કરવામાં આવશે. જે લોકો અહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેમને વિદેશ જવા સંબંધી વીઝા લગાવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.