Western Times News

Gujarati News

ટ્રાફિક સિગ્નલે, બસ સ્ટેન્ડે વૃક્ષનો છાંયડો કેટલો મીઠો લાગે છે

(પ્રતિનિધિ) અમદાવાદ, “પ્રકૃતિનું જતન આપણે જેટલું કરીશું તેટલુ જ પ્રકૃતિ આપણુ જતન કરશે” પ્રકૃતિનું જતન કરવા માટે વૃક્ષારોપણ- હરિયાળી ઉત્તમ માર્ગ છે કુદરતે ખોબે-ખોબે આપણને આપ્યુ છે તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જાેઈએ. આજે જંગલોનું નિકંદન થઈ રહયું છે પર્વતો- ડુંગરાઓ તોડી રસ્તાઓ બનાવવામાં આવી રહયા છે.

જમીનમાંથી પાણી-ખનીજને ખેંચી લેવાય છે પરિણામે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ સર્જાય છે ભરઉનાળે માવઠા થાય છે અમુક સ્થળોએ કરા પડે છે. રણમાં ભારે વરસાદ પડે છે અગરતો બરફવર્ષા થતી જાેવા મળે છે સ્થળ ત્યાં જળ, જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઈ રહી છે.

જંગલો કપાતા ઋતુચક્રને અસર થઈ છે ચોમાસુ સમયસર આવતુ નથી ઠંડી કાતિલ પડે છે તો કાળઝાળ ગરમી પડે છે હજુતો આપણે ત્યાં ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ ગરમીનો પ્રકોપ જાેવા મળી રહયો છે.

ગરમીની મોસમમાં ટ્રાફિક સિગનલોએ, બસ સ્ટેન્ડોએ તો લોકો છાંયડો શોધતા નજરે પડે છે જયાં ઝાડ હશે તેની નીચે વાહનો ઉભા રાખશે જેવુ લીલુ સિગ્નલ થશે કે તુરત વાહન હંકારશે. આવા સમયે ઝાડનો છાંયડો કેવો મીઠો ઠંડો લાગશે પરંતુ અનેક વૃક્ષોનો જયારે સોથ વાળવામાં આવતો હોય છે ત્યારે કોઈ બલતુ નથી. હાઈવે બનાવવા વૃક્ષોનું નિકંદન કાઢી નખાય છે. જંગલોમાં રોજના કેટલા વૃક્ષો કપાતા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. જાેકે પાછલા કેટલાક વર્ષોથી લોકો પ્રકૃતિનું મહત્વ સમજયા છે વૃક્ષારોપણો થઈ રહયા છે વૃક્ષોને ઉછેરવામાં આવી રહયા છે.

ખરેખર તો દરેક વ્યક્તિ પોતાની આસપાસના વિસ્તારમાં એક વૃક્ષ ઉછેરે તો પણ ઘણુ થઈ શકે છે વૃક્ષો ઓકસીજન આપે છે. કોરોનામાં ઓકિસજનની કેવી અછત સર્જાઈ હતી તે સૌ કોઈ જાણે છે ઉનાળાના તડકામાં વૃક્ષનો છાંયો કેટલો આનંદ આપે છે તેનો ખ્યાલ તો જે તડકામાંથી ફરીને ઝાડ નીચે ઉભો રહે તેને જ ખ્યાલ આવી શકે છે. પ્રકૃતિ છે તો માનવી છે તે સત્ય સમજવાની જરૂર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.