Western Times News

Gujarati News

ટ્રાફિક સિગ્નલો ઝાડની ઓથે વાહન ચાલકો રામભરોસે

ટ્રાફિક સિગ્નલો ઝાડની ઓથેઃ વાહન ચાલકો રામભરોસેઃ ચોમાસામાં ઝાડ વધી જતાં ઘણાં સિગ્નલો દેખાતા બંધ થયાઃતંત્રએ હજુ સુધી ઝાડ કાપવાની તસ્દી લીધી નથી

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એક તરફ સમગ્ર દેશમાં ચોમાસાની ઋતુ બેસી ગઈ છે. શહેરમાં પણ ઘણો ખરો વરસાદ પડી ચુક્યો છે.ે ત્યારે ગટરના પાણીના મામલે ઉંઘતા ઝડપાયેલું મ્યુનિસિપલ તંત્રના ધ્યાને ટ્રાફિકની લાઈટો આવી નથી.
વરસાદની સિઝન બરાબર જામી જતાં ગયા અઠવડાયા સુધી અનરાધાર વરસાદે અમદાવાદ પર વરસ્યો હતો. જેના પરિણામે શહેરના લગભગ મોટાભાગના ચાર રસ્તા ઉપર આવેલા ટ્રાફિક સિગ્નલો વધી ગયેલા ઝાડની પછાળ દબાઈ ગયેલા છે.

મ્યુનિસિપલ તંત્રએ સમયાંત્તરે આ ટ્રાફિક સગ્નલો વાહનચાલકો દુરથી પણ જાઈ શકે અ રીતે રાખવાના હોય છે. પરંતુ એક તરફ ઝાડ ઉગાડી ખુદને પર્યાવરણ પ્રેમી સાબિત કરવામાં અને બીજી તરફ ઠેર ઠેર ટ્રાફિક સિગ્નલો લગાવીને પ્રજામાં જબરજસ્તીથી શિસ્ત લાવવાનો પ્રયાસ કરતાં મ્યુનિસિપલ તંત્ર ટ્રાફિક સિગ્નલ લગાવ્યા બાદ તેનું મેઈનટેનન્સ કરવાનું ભૂલી ગયુ હોય એમ લાગે છે.

શહેરના સૌથી જૂના ગણાતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની બરાબર સામે આવેલી એમ.જે. લાયબ્રેરી આગળ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જા કે ઝાડ વધી જવાને પગલે પુલ પરથી આવતા લોકો સિગ્નલને જાઈ શકતા જ નથી.

બીજુ સિગ્નલ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજા આગળ જ લગાવવામાં આવ્યુ છે. જે પણ નહેરૂબ્રિજ તરફથી આવતા વાહનચાલકો મસમોટા ઝાડની પાછળ જાઈ શકતા નથી. જેને પગલે ફ્રી સાઈડ (ડાબી તરફ) રોડ ખાલી રાખવાના બદલે સીધા જતાં વાહનો પણ રસ્તા રોકી રાખે છે. જેના પગલે ટ્રાફિકની ભયંકર સમસ્યા સર્જાય છે.

જા કે એલિસબ્રિજ આગળના ચાર રસ્તા અમદાવાદના અન્ય કેટલાંક અજાણ્યા રસ્તા જેવા જ છે. જ્યાં પાંચ રસ્તા ભેગા થતાં હોવા છતાં મોટેભાગે પબ્લીક સિગ્નલ ફોલો નથી કરતી.

આવી જ પરિસ્થિતિ સહજાનંદ કોલેજ આંબાવાડી આગળ પણ સર્જાય છે. બીઆરટીએસના રૂટમાં ઉગાડેલા ઝાડ વધી જતાં ટ્રાફિક સિગ્નલ દેખાતા બંધ થઈ ગયા છે. જેથી નહેરૂનગર તરફથી આવતી વખતે બીજા ત્રણ સિગ્નલોના આધારે જવું કે નહીં તેનો નિર્ણય લેવો પડે છે.

જા કે શહેરના બીઆરટીએસના રૂટ કે જેના છડે ઝાડ ઉગાડેલા છે અને ટ્રાફિક સિગ્નલો લગાવ્યા છે. ત્યાં મોટાભાગે આ સમસ્યા સર્જાય છે.

આ બે સિવાય પણ શહેરના ઘણા ખરા સિગ્નલો પર આ જ હાલત છે ત્યારે તંત્રની કાર્ય અંગેની ઉદાસીનતા ફરી એક વખત સામે આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.