ટ્રાવેલ અને ટુરિઝમ ફેરમાં 9,000થી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી
ટીટીએફ (ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફેર) અમદાવાદ, 2019નુ મુલાકાતીઓની સંખ્યામાં 10 ટકા વૃધ્ધિ સાથે સમાપન થયું છે.
અંદાજે 9,000થી વધુ મુલાકાતીઓએ આ શોની મુલાકાત લીધી છે, જે ગયા વર્ષની એડીશનની તુલનામાં 10 ટકા વધુ મુલાકાતી સાથે તે એક સફળ ઈવેન્ટ પુરવાર થઈ છે.
મલ્ટીસીટી ટીટીએફ સિરીઝમાં ટીટીએફ, અમદાવાદ સૌથી મોટો ટ્રેડ શો પૂરવાર થયો છે અને એમાં દિવાળીની પ્રવાસન માટેની વ્યસ્ત બિઝનેસ સિઝનના બુકીંગનો તા. 30 ઓગસ્ટના રોજ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એકઝિબિશન સેન્ટર ખાતે પ્રારંભ થયો હતો.
ટીટીએફ અમદાવાદના પ્રથમ બે દિવસ B2B બિઝનેસ માટે રખાયા હતા અને તેમાં ટ્રાવેલ ટ્રેડના 6,000થી વધુ મુલાકાતીઓએ ભાગ લીધો હતો. છેલ્લો દિવસ તમામ લોકોની મુલાકાત માટે ખુલ્લો રખાયો હતો. એ દિવસે 3,000થી વધુ મુલાકાતીઓ શોમાં સામેલ થયા હતા. ત્રણ દિવસનો ટ્રાવેલ અને ટુરિઝમનો આ ભવ્ય શો ગુજરાતમાં ટ્રાવેલ અને ટુરિઝમ પ્રોડકટસ રજૂ કરવા માટે ખૂબ જ મહત્વનો શો બની રહ્યો હતો. આ શોમાં 23 દેશ અને ભારતનાં 27 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના 700થી વધુ એકઝિબીટર્સ વિશ્વ પ્રવાસી તરીકે ઓળખાતા ગુજરાતીઓને તેમની રજાઓ માટે પ્રવાસનુ આયોજન કરવામાં સહાયક બન્યા હતા.
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજીંગ ડિરેકટર શ્રી જેનુ દેવને આ પ્રસંગે જણાવ્યું હતું કે ” હું છેલ્લાં થોડાં વર્ષથી ટીટીએફ, અમદાવાદની મુલાકાત લઈ રહ્યો છું પણ, મને આ વર્ષે ખુબ મોટા પ્રમાણમાં લોકોની સામેલગીરી જોવા મળી છે. લોકોની સામેલગીરીમાં જે વધારો થયો છે, તે સતત પ્રયાસોને કારણે થયો છે. આ શોમાં સામેલ થઈ રહેલા વિવિધ પ્રતિનિધીઓએ અમને જણાવ્યું હતું કે આ વર્ષે તેમને ટીટીએફ, અમદાવાદમાં ઘણો સારો પ્રતિભાવ હાંસલ થયો છે.”
ટીટીએફ અમદાવાદમાં અમદાવાદના મુલાકાતીઓ ઉપરાંત ઘણી મોટી સંખ્યામાં નજીકનાં વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, વલસાડ, નવસારી, વાપી, ભરૂચ, અંકલેશ્વર, આણંદ વગેરે નજીકના બજારોના ટ્રાવેલ એજન્ટસ અને ટુર ઓપરેટર્સ તેમનાં સ્થાનિક ટ્રાવેલ ટ્રેડ એસોસિએશન્સના સહયોગથી આ શોમાં હાજર રહ્યા હતા
ટીટીએફમાં વિદેશના જે એક્ઝીબિટર્સ સામેલ થયા છે તેમાં શ્રી લંકા, ઈન્ડોનેશિયા અને નેપાળ, પાર્ટનર કન્ટ્રીઝ તરીકે જોડાયા છે, જ્યારે શ્રી લંકા ટુરિઝમ પ્રમોશન બ્યૂરો સૌથી મોટો પેવેલિયન હતો. ટીટીએફ, અમદાવાદમાં સૌ પ્રથમ વાર સામેલ થઈ રહેલા ઈન્ડોનેશિયાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. શોના બીજા દિવસે તેમણે ડેસ્ટીનેશન પ્રેઝન્ટેશનનુ આયોજન કર્યું હતું અને નવાં સ્થળોની રજૂઆત તથા પ્રવાસીઓની સંખ્યા વધારવાની ઝુંબેશ અંગે પ્રેઝન્ટેશનની રૂપરેખા આપી હતી.
ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઓડીશા, કેરાલા, કર્ણાટક, ગોવા અને રાજસ્થાન ટીટીએફ અમદાવાદમાં પાર્ટનર સ્ટેટસ તરીકે સામેલ થયાં છે. દરેક રાજ્ય આ ટ્રેડ શોમાં તેમના વિસ્તારની મોટી હોટલો અને એજન્ટો સાથે જોડાઈ રહ્યું છે. ટીટીએફ અમદાવાદના ફીચર્સ સ્ટેટસમાં મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, બિહાર, પંજાબ, પોંડિચેરી, આંદામાન- નિકોબાર, મણિપુર અને મેઘાલયનો સમાવેશ થાય છે. ટીટીએફમાં આ રાજ્યોના કલરફૂલ પેવેલિયન્સ જોવા મળ્યા હતા. યજમાન રાજ્ય ગુજરાતે આ સમારંભમાં તેની આક્રમક પ્રચાર ઝૂંબેશ ચાલુ રાખી હતી.
ટીટીએફ, અમદાવાદના આખરી દિવસે વિવિધ કેટેગરીમાં ભાગ લેનારને એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા. ટીટીએફ અમદાવાદને ઈન્ક્રેડીબલ ઈન્ડિયા ઉપરાંત TAAI, ADTOI, OTOAI, ATOAI, IATO, IAAI, SKAL INTERNATIONAL, ETAA, SATA, TAG, ATAA, TAAS, SGTCA, RAAG અને GTAA નો સહયોગ પ્રાપ્ત થયો હતો.
ભારે માંગને કારણે આ વર્ષે અમદાવાદમાં ટીટીએફ સમરનું પણ આયોજન કરવામા આવ્યું હતું, જેથી એક્ઝીબિટર્સને સમર ટ્રાવેલનો મોટો બિઝનેસ મળી શકે. વર્ષ 2020માં ટીટીએફ સમર અમદાવાદનું આયોજન 8 થી 9 ફેબ્રુઆરી સુધી કરાયુ છે.