Western Times News

Gujarati News

ટ્રુફેન સાથે જોડાણ કરનાર જાન્હવી કપૂર બોલીવૂડની પાંચમી સ્ટાર

ધડકની અભિનેત્રી જાન્હવી કપૂર ટ્રુફેન ફેમિલીમાં સામેલ થઈ

ભારતનું અગ્રણી સેલિબ્રિટી-ફેન એંગેજમેન્ટ પ્લેટફોર્મ ટ્રુફેનએ બોલીવૂડની વિવિધતાસભર અભિનેત્રી અને સ્વ. અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરને પ્લેટફોર્મ પર સામેલ કરી છે. જાન્હવી કપૂર ટ્રુફેન પર સામેલ થનારી 5મી બોલીવૂડ સ્ટાર છે, Janhvi Kapoor roped in as the 5th Bollywood star of India’s leading celebrity engaging platform – TrueFan.

જે અગાઉ રણવીર સિંહ, કરીના કપૂર, ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફ જોડાયા છે. જાન્હવી કપૂરે વર્ષ 2018માં બ્લોકબસ્ટર ફિલ્મ ધડક સાથે બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો, જેમણે બોક્ષઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી અને આ ફિલ્મ બદલ એને બેસ્ટ ડેબ્યૂ ફિમેલનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

3 વર્ષના ટૂંકા ગાળામાં અભિનેત્રીએ ચાહકોનો મોટો વર્ગ ઊભો કર્યો છે અને ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ અને રુહી તેમજ નેટફ્લિક્સ સીરિઝ – ઘોસ્ટ સ્ટોરીઝ જેવી ફિલ્મોમાં એના અભિનય બદલ વિવેચકોની પ્રશંસા મેળવી છે.

ટ્રુફેનમાં જોડાવા પર બોલીવૂડની યુવાન અને ડાયનેમિક અભિનેત્રી જાન્હવી કપૂરે કહ્યું હતું કે, “મને આટલા ટૂંકા ગાળામાં મારા પ્રશંસકોને જે પ્રેમ મળ્યો છે એનાથી હું ખુશ છું. મને ટ્રુફેનમાં સામેલ થવાની ખુશી છે અને હું મારા પ્રશંસકો સાથે જોડાવા આતુર છું તથા તેમના સતત પ્રેમ અને સાથસહકાર બદલ આભારી છું. મને ટ્રુફેન ફેમિલીમાં સામેલ થવાનો રોમાંચ છે તથા મારા પ્રશંસકો સાથે સંવાદ સાધવા અને તેમની દરેકની સાથે જોડાણ મજબૂત કરવા આતુર છું.”

ટ્રુફેન ભારતમાં સેલિબ્રિટી-ફેન એંગેજમેન્ટ સ્પેસમાં એકમાત્ર કંપની છે, જે એ-લિસ્ટ સેલિબ્રિટીઓને પ્લેટફોર્મ પર ધરાવે છે.

આ જાહેરાત પર ટ્રુફેનના સહ-સ્થાપક અને સીઇઓ શ્રી નિમિશ ગોએલે કહ્યું હતું કે, “અમે ટ્રુફેન ફેમિલીમાં જાન્હવી કપૂરને આવકારીને ખુશ છીએ. ટ્રુફેન જાન્હવી માટે એના તમામ ચાહકો સાથે જોડાવા પરફેક્ટ પ્લેટફોર્મ છે અને તેઓ આજીવન યાદગીરી ઊભી કરી શકે છે.

જાન્હવીને બોર્ડ પર લાવીને અમે પ્રશંસકોને બેસ્ટ સેલિબ્રિટી અનુબવ પ્રદાન કરવા અને સેલિબ્રિટીઓને તેમના દેશના તમામ ખૂણામાં રહેતા ચાહકો સાથે જોડાણ કરવાની સુવિધા પૂરી પાડીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.