ટ્રેકટર પરેડમાં હિંસાઃ સરકારની પાસે જાદુની છડી નથીઃ હાઇકોર્ટ
નવીદિલ્હી, દિલ્હી હાઇકોર્ટે ગણતંત્ર દિવસ પર કિસાનોની ટ્રેકટર પરેડ દરમિયાન થયેલ હિંસા અને સુરક્ષામાં કહેવાતી ચુકની તપાસની માંગ કરનારી અરજી પર સુનાવણીથી આજે ઇન્કાર કરી દીધો મુખ્ય ન્યાયમૂર્તિ ડી એન પટેલ અને ન્યાયમૂર્તિ જયોતિ સિંહની બેંચે અરજીકર્તાને પુછયુ કે તમે અરજી પાછી લેશો કે તે દંડ લગાવી તેને રદ કરીએ.
અદાલતે અરજીકર્તા અને વકીલ વિવેક નારાયણ શર્માથી પુછયુ કે શું તેમણે ૨૬ જાન્યુઆરીની ઘટનાની ઠીક બાદ જ અરજી લખવાનું શરૂ કરી દીધી હતી કારણ કે તેને ૨૯ જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી છે બેંચે વકીલને પુછયુ તમે ૨૬ જાન્યુઆરીએ બપોરે જ અરજી લખવાનું શરૂ કરી દીધુ હતું શું તમને માહિતી હતી કે દંડ પ્રક્રિયા સંહિતા હેઠળ તપાસ કરાવવા માટે કેટલો સમય આપ્યો છે. તમે એક વકીલ છો બતાવો તપાસ માટે કેટલો સમય આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે તમે ઇચ્છો છો કે ઘટનાને બે દિવસની અંદર જ તપાસ પુરી થઇ જાય શું સરકારની પાસે કોઇ જાદુની છડી છે જેને ફેરવતા જ બધુ ઠીક થઇ જશે અમે દંડ લગાવી તેને અરજી કરે કે તમે તેને પાછી લઇ લો.
ત્યારબાદ શરમાએ કહ્યું કે તે ઉત્તરપ્રદેશના ત્રણ નિવાસીઓ તરફથી દાખલ કરવામાં આવેલ અરજીને પાછું લઇ લેશે અરજીમાં હિંસામાં સામેલ લોકોની વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરી હતી બેંચે કહ્યું કે મંજુરી આપવામાં આવે છે અરજી હવે રદ થઇ ગઇ છે કારણ કે તેને પાછી લેવામાં આવી છે.
સોલિસિટર જનરલ એસજી તુષાર મહેતાએ સુનાવણી દરમિયાન અદાલતને બતાવ્યું હતું કે હિંસાના સંબંધમાં ૪૩ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તેમાંથી ૧૩ દિલ્હી પોલીસની વિશેષ સેલને સ્થનાંતરિત કરી દેવામાં આવી છે.
એ યાદ રહે કે કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાન દિલ્હીથી લાગેલ સીમાઓ પર બે મહીનાથી વધુ સમયથી પ્રદર્શન કરી રહ્યાં છે ૨૬ જાન્યુઆરીના દિવસે કિસાોની ટ્રેકટર પરેડ દરમિયાન હિંસા થઇ હતી અને લાલ કિલા પર ધાર્મિક ઝંડા પણ લગાવ્યા હતાં.HS