ટ્રેક્ટર પરેડ વેળા ખેડૂતોએ દિલ્હીને યુદ્ધનું મેદાન બનાવ્યું
નવી દિલ્હી: દિલ્હી પોલીસે મંગળવારે દેશની રાજધાની નવી દિલ્હીમાં ટ્રેક્ટર પરેડના મામલે અલગ-અલગ ૧૫ હ્લૈંઇ નોંધી છે. જેમાં બળવા સહિત તોડફોડ અને પોલીસની પિસ્તોલ ઝૂંટવી લેવા જેવા કેસ નોંધાયા છે. પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ કાઢી રહેલા ખેડૂતોએ દિલ્હીને યુદ્ધનું મેદાન બનાવી દીધું હતું.
પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશો પણ થઈ હતી, આ સિવાય બસો અને વાહનોમાં તોડફોડ અને પત્થરમારો કરીને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો. લાલ કિલ્લા પાસે ઘણાં પોલીસ જવાનોએ દિવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ પહેલા ત્રણ ખેતી બિલનો વિરોધ કરીને હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેટ્સ તોડી નાખ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. પ્રદર્શનકારીઓએ તોડફોડ અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. જાણકારી મુજબ હિંસામાં ૧૫૦ કરતા વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલ્ટી જવાથી તેનું મોત થઈ ગયું.
દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિવસ પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની ઘણી બેઠકો થઈ હતી. નિવેદન મુજબ સવારે ૮-૩૦ વાગ્યે ૬ હજારથી ૭ હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્રિત થયા. આ પહેલા નિર્ધારિત રસ્તાઓ પર ગયા પછી તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર મુક્યો હતો.
પોલીસે જણાવ્યું કે વારંવાર વિનંતી છતાં ખેડૂતો માનવા તૈયાર ના થયાઅને પોલીસ પર હુમલો કર્યો અને બેરિકેટ્સને
તોડી નાખ્યા. ગાઝીપુર અને ટીકરી સરહદથી આ પ્રકારની ઘટનાની ખબર આવી છે. નિવેદનમાં કહેવાય છે કે આઈટીઓ પર ગાઝીપુર અને સિંધુ બોર્ડરથી આવેલા ખેડૂતોના એક સમૂહે લુટિયન જાેન તરફ જવાનો પ્રયાસ કર્યો.
જ્યારે પોલીસકર્મીઓએ તેમને રોક્યા તો ખેડૂતોનું એક ગ્રુપ હિંસક બની ગયું. તેમણે બેરિકેટ્સ તોડી નાખ્યા અને ત્યાં હાજર પોલીસકર્મીઓને કચડી મારવાની કોશિશ કરી. પોલીસ ભીડને હટાવવામાં સફળ રહી.
પોલીસે જણાવ્યું કે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ માટે પહેલાથી નક્કી શરતોનું ઉલ્લંઘન કર્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, ખેડૂતોએ પહેલાથી નક્કી કરેલા સમય કરતા પહેલા ટ્રેક્ટર પરેડ શરુ કરી દીધી. તેમમે હિંસા અને તોડફોડ કરી. પોલીસે કહ્યું કે, અમે વાયદા પ્રમાણે તમામ શરતો મારી અને અમારા તરફથી સંપૂર્ણ કોશિશ કરી પરંતુ પ્રદર્શનકારીઓએ સાર્વજનિક સંપત્તિને ઘણું નુકસાન પહોંચાડ્યું.