ટ્રેક્ટર રેલી: પોલીસે આપ્યો KMP એક્સપ્રેસ-વેનો વિકલ્પ, ખેડૂતો દિલ્હી રિંગ રોડ પર રેલી કાઢવા મક્કમ
નવી દિલ્હી, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું આંદોલન છેલ્લા 57 દિવસથી ચાલી રહ્યું છે. ત્યારે હવે સૌની નજર 26 જાન્યુઆરીએ યોજાનાર ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર છે. આ મુદ્દે આજે ગુરુવારે દિલ્હી પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.
ગણતંત્ર દિવસે ટ્રેક્ટર રેલી કાઢવાને લઈને ચાલી રહેલ દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચેની બેઠક પૂર્ણ થઇ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે પોલીસે તેમને દિલ્હીમાં પ્રવેશ પ્રવેશ કરવા મનાઈ કરી છે. જ્યારે ખેડૂતો દિલ્હીમાં રેલી કાઢવા માંગે છે. પોલીસ તરફથી કેએમપી એક્સપ્રેસ-વે પર નાની રેલી કાઢવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેને ખેડૂતોએ ફગાવી દીધો છે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે તેઓ અંતિમ નિર્ણય ખેડૂત સંગઠનોની બેઠકમાં જ કરશે. હજારો ટ્રેક્ટર્સ દેશના જુદા જુદા વિસ્તારોમાંથી દિલ્હી જવા રવાના થઇ ચુક્યા છે. જણાવી દઈએ કે, પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી યોજવાનો લઈને આજે ખેડૂતો અને દિલ્હી પોલીસ વચ્ચે બેઠક મળી હતી. ગત બે બેઠકોમાં કોઈ નિરાકરણ નહોતું આવ્યું એવામાં આશા હતી કે આજની બેઠકમાં કોઈ સમાધાન આવશે.