Western Times News

Gujarati News

ટ્રેડમિલ મશીન પર દોડતી વેળા સોફ્ટવેર એન્જિનિયરનું મોત

પ્રતિકાત્મક

જીમમાં ટ્રેડમિલ ઉપર દરરોજ દોડતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો સપાટી પરઃ તબીબી સલાહ લેવાની જરૂર
નોઇડા, નોઇડાના સેક્ટર ૭૬ Noida sector 76 સ્થિત એક સોસાયટીમાં જીમમાં બુધવારે મોડી સાંજે એક સોફ્ટવેર એન્જિનિયરના મોત બાદથી ભારે ચર્ચા છેડાયેલી છે. ટ્રેડમિલ પર દોડતી વેળા ૨૪ વર્ષના એન્જિનિયરનુ મોત થયુ હતુ. જેએમ આર્કિડ સોસાયટીના જીમમાં ટ્રેડ મિલ પર દોડતી વેળા સોફ્ટવેર એન્જિનિયર એકાએક ચક્કર ખાઇને પડી ગયો હતો અને બેભાન થઇ ગયો હતો. તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જા કે સેક્ટર ૫૦ સ્થિત નિયો હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના નૈતિલાલ (Uttarakhand Nainital) જિલ્લાના રામનગરના Ramnagar નિવાસી તરીકે તેની ઓળખ થઇ છે. યુવાનનુ હાર્ટ અટેકના કારણે મોત થયુ છે. સમગ્ર મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. ૨૪ વર્ષીય યશ ઉપાધ્યાય (Yash Upadhyay) પોતાના માતાપિતાની એકમાત્ર સંતાન તરીકે હતો.

એન્જિનિયરિંગ કરવામાં આવ્યા બાદ તે નેટવ‹કગના કોર્સ (Software engineering networking course) , કરવા માટે એક મહિના પહેલા જ સેક્ટર ૭૬ Âસ્થત જેએમ ઓર્કિડ ખાતે પહોંચી ગયો હતો. યશ દરરોજ સવાર સોસાયટીની અંદર બનેલા ક્લબમાં જીમમાં જતો હતો. બુધવારે સવારે સમય ન મળ્યા બાદ સાંજે તે પહોંચી ગયો હતો. એ વખતે જ આ ઘટના બની હતી. ટ્રેડમિલ ઉપર મોટી સંખ્યામાં યુવાનો દરરોજ દોડતા હોય છે.

બીજી બાજુ જુદા જુદા નિષ્ણાતોનું કહેવું છે કે, સમગ્ર મામલામાં તપાસ કરવામાં આવ્યા બાદ એવી વિગતો પણ ખુલી રહી છે કે, ટ્રેડ મિલ અને જીમમાં જતી વેળા તમામ લોકો પુરતી સાવચેતી રાખે તે ખુબ જરૂરી છે. આના માટે જરૂરી નિયમો પણ પાળવા જાઇએ. આ સંદર્ભમાં જુદા જુદા જીમના નિષ્ણાતો તરફથી પ્રતિક્રિયાઓ મળી રહી છે. જા કે, કસરત કરતી વેળા ખતરો રહેલો છે કે કેમ તેને લઇને જ્યારે લોકોના પ્રશ્નો થયા છે ત્યારે મોટાભાગના નિષ્ણાતોએ આને રદિયો આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.