Western Times News

Gujarati News

ટ્રેનમાંથી મુસાફરનો મોબાઇલ સરકાવનાર પરપ્રાંતિય ઈસમ ઝડપાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ પોલીસે બેંગ્લોર-જાેધપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી મુસાફરનો મોબાઇલ ચોરનારને આ ટ્રેનના જનરલ ડબ્બામાંથી પકડી પાડયો છે. પોલીસે મોબાઇલ ચોરનારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આ અગે મળતી માહિતી મુજબ બેંગ્લોર-જાેધપુર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં મુસાફરી કરતા રોહન રમેશ તમાઈચીકરનો ૧૬ હજારની કિંમતનો મોબાઇલ ફોન નડિયાદ રેલવે સ્ટેશન આવે તે પહેલા એકાએક ગુમ થઈ ગયો હતો. રોહને આસપાસ તપાસ હાથ ધરી પણ તેઓને પોતાનો સેલફોન નહોતો મળ્યો.

દરમિયાન નડિયાદ પોલીસના માણસો આ ટ્રેનમાં હાજર હતા. જેઓની મદદ લેવાતાં પોલીસે તેમનો મોબાઇલની તપાસ આદરી હતી. રોહને પોતાના કોચમાં વેઇટિંગ ટીકીટ પર સવારી કરતાં અન્ય મુસાફર જે નડિયાદ રેલવે સ્ટેશન આવ્યા પહેલા ક્યાંક જતો રહ્યો તેના પર શંકા દર્શાવી હતી.

એચસી જશવંત પરમાર, અશોક યાદવે ટ્રેનના સ્લીપર કોચમાં અને જનરલ કોચમાં આ વ્યક્તિની તપાસ આદરી હતી. દરમિયાન જનરલ કોચમાં એક શંકાસ્પદ ઈસમ મળી આવતાં પોલીસે તેનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ મહોંમદતાલીમ મહોમંદરસીદ ટેલર (ઉ. વ. ૨૦, રહે. રોખા, તહસીલ સલોન, જિ. રાયબરેલી, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું.

વધુમાં તેની પાસેથી ઉપરોક્ત મુસાફરનો સેલફોન મળી આવ્યો હતો. જે ફ્લાઇટ મોડ પર મૂકી દીધો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.