Western Times News

Gujarati News

ટ્રેનમાં રાત્રિ મુસાફરીમાં નિયમ પાલન નહીં થાય તો આકરી સજા

નવી દિલ્હી, પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા વખતોવખત નિયમોમાં બદલાવ કરવામાં આવી જ રહ્યો છે. રેલવે દ્વારા જારી કરાયેલા નવા નિયમ હેઠળ રાત્રિના સમયે પ્રવાસી ટ્રેનમાં મોટેથી બોલી નહીં શકે અથવા મોટુ વોલ્યુમ રાખીને ગીત-સંગીત પણ સાંભળી નહીં શકે.અન્યથા પ્રવાસીને સજાનો સામનો કરવો પડશે.

ટ્રેનમાં પ્રવાસ કરતાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેએ તાજેતરમાં રાત્રિ પ્રવાસના નિયમોમાં ફેરફાર કર્યો છે.આ નિયમો અંતર્ગત કોઇપણ મુસાફર મોટા અવાજથી મોબાઈલમાં વાતચીત નહીં કરી શકે અથવા ઘોંઘાટીયુ ગીત-સંગીત સાંભળી નહીં શકે. અન્ય મુસાફરોને ઉંઘમાં ખલેલ ન પહોંચે અને શાંતિથી ઉંઘ લઇ શકે તે માટે આ નિયમ ઘડવામાં આવ્યો છે.

રેલવેને એવી અનેક ફરિયાદો મળી હતી કે મુસાફરો રાત્રિના સમયે પણ મોટા અવાજ કે ઘોંઘાટ કરતાં હોય છે. પ્રવાસીઓ જ નહીં રેલવેનો સ્ટાફ પણ આવા કૃત્યો કરતા હોવાની ફરિયાદો થઇ હતી.

આ ઉપરાંત રાતે 10 વાગ્યા પછી પણ લાઈટો ચાલુ રાખવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ પણ ઉઠી હતી. આ હકીકતને ધ્યાનમાં રાખીને રેલવેએ નિયમ બનાવ્યો છે અને તેનું પાલન નહીં કરનાર સામે આકરા પગલા લેવાની ચેતવણી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.