ટ્રેનરે કસરતના બહાને યુવતીને છેડછાડ કરી હોવાનો આરોપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Mask-Western1-1024x768.jpg)
સુરત: ફીટનેસ માટે કાર્યરત જીમમાં અનેક વાર મહિલાઓ સાથે છેડતીના બનાવો સામે આવે છે. જાેકે, જીમમાં કામ કરતા દરેક ટ્રેનરો એક સરખા હોય છે તેવું પણ નથી પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં એક જીમમાં ટ્રેનરે કિશોરીને શિખવાડવાના બહાને શારિરીક છેડછાડ કરી હોવાનો આરોપ સામે આવતા હાહાકાર મચી ગયો છે. આ ઘટના બાદ કિશોરીએ જીમ ટ્રેનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સુરત માં મહિલાઓની છેડતીની સતત ઘટના સામે આવે છે ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલ એક જીમમાં કસરત કરવા આવતી એક ૧૪ વર્ષની કિશોરીને જીમ ટ્રેનર દ્વારા શારિરીક છેડતી કરવામાં આવી હતી.
જાેકે કિશોરીએ આ જિમ ટ્રેનર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ જીમમાં છેલ્લા બે વર્ષથી કામરેજ તાલુકાના કઠોરગામે રહેતો ઉમર ફારૂક ઝુબેર જિમ ટ્રેનર તરીકે કામ કરે છે આ જીમમાં આવતી ૧૪ વર્ષની કિશોરી પર જીમ ટ્રેનરે દાનત બગાડી હતી અને કસરત કરાવવાના બહાને તે કિશોરી સાથે શારીરિક છેડછાડ કરતો હતો. જાેકે હદ ત્યારે થઈ ગઈ કે આ જિમ ટ્રેનર આ કિશોરીને અવારનવાર ફોન કરીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું.
જીમ ટ્રેનરના આ વર્તનથી ડઘાઈ ગયેલી કિશોરીએ તેના પિતાને જાણ કરતા આખરે પરિવારે કિશોરીને સપોર્ટ આપતા આ કિશોરી આ જિમ ટ્રેનર વિરુદ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જાેકે આ જિમ ટ્રેનરકસરતના બહાને આ કિશોરીને છેલ્લા લાંબા સમયથી છેડછાડ કરતો હોવાની ગંભીર ફરિયાદને લઈને પોલીસે કિશોરીની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.