ટ્રેનોને ૨૮ માર્ચથી ૨૭ જૂન સુધી લંબાવી દેવામાં આવી
નવી દિલ્હી: મુસાફરોની સુવિધા અને મુસાફરીની માંગને પહોંચી વળવાનાં લક્ષ્ય સાથે, પશ્ચિમ રેલ્વેએ ભારતીય રેલ્વેનાં વિવિધ સ્થળો વચ્ચે કાર્યરત ૩ સ્પેશિયલ ટ્રેનોના ફેરામાં વિસ્તરણ કરવાનો ર્નિણય કર્યો છે, જ્યારે બાકીની ૫ જાેડી પશ્ચિમ રેલ્વેનાં સ્ટેશનોમાંથી પસાર થશે. ટ્રેન નંબર ૦૫૦૪૬ ઓખા-ગોરખપુર ફેસ્ટિવલ સ્પેશિયલના ફેરાને ૨૭ જૂન, ૨૦૨૧ સુધી વધારવામાં આવ્યા છે,
જ્યારે ટ્રેન નંબર ૦૫૦૪૫ ગોરખપુર-ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલને વર્તમાન નિર્ધારિત સમય સાથે ૨૪ જૂન, ૨૦૨૧ થી આગળની સૂચના સુધી સંયુક્ત રીતે વધારવામાં આવ્યા છે. ટ્રેન નંબર ૦૬૫૦૧ અમદાવાદ-યસવંતપુર સ્પેશિયલના ફેરા ૩૦ માર્ચથી ૨૯ જૂન, ૨૦૨૧ સુધી લંબાવાયા છે, જ્યારે ટ્રેન નંબર ૦૬૫૦૨ યસવંતપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોને ૨૮ માર્ચથી ૨૭ જૂન, ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવી છે.
આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને અમદાવાદથી ૦૬.૦૪.૨૦૨૧ થી અને યશવંતપુરથી ૦૪.૦૪.૨૦૨૧ થી સુધારેલ સંરચના ૨ એસી, ૩ એસી, સ્લીપર ક્લાસ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગળની સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર ૦૬૫૦૭ જાેધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલના ફેરાને ૩ એપ્રિલથી ૩ જુલાઈ, ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવ્યા છે, જ્યારે ટ્રેન નંબર ૦૬૫૦૮ કેએસઆર બેંગ્લોર-જાેધપુર સ્પેશિયલ ટ્રેન ૩૧ માર્ચથી ૩૦ જૂન, ૨૦૨૧ સુધી લંબાવાઈ છે.
આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને જાેધપુરથી ૦૮.૦૪.૨૦૨૧ અને કેએસઆર બેંગલુરુથી ૦૫.૦૪.૨૦૨૧ થી વધારીને ૧ એસી, ૨ એસી, ૩ એસી, સ્લીપર ક્લાસ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર ૦૬૨૦૯ અજમેર-મૈસુર સ્પેશિયલના ફેરાને ૨ એપ્રિલથી ૨ જુલાઈ, ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવ્યા છે,
જ્યારે ટ્રેન નંબર ૦૬૨૧૦ મૈસુર-અજમેર સ્પેશિયલ ૩૦ માર્ચથી ૨૯ જૂન, ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવી છે. આ ટ્રેનના હાલના નિર્ધારિત સમયને ચાલુ રાખીને અજમેરથી ૦૪.૦૪.૨૦૨૧ થી અને મૈસુર થી ૦૧.૦૪૨૦૨૧થી વધારીને ૧ એસી, ૨ એસી, ૩ એસી, સ્લીપર વર્ગ અને સેકંડ ક્લાસ સિટિંગ કોચને આગામી સૂચના સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર ૦૬૫૨૧ યશવંતપુર-જયપુર સુવિધા સ્પેશિયલ ટ્રેનો ૨૫ માર્ચથી ૨૪ જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.