ટ્રેન્ટ બોલ્ટની સોશિયલ મીડિયા પર જેઠાલાલ સાથે સરખામણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/mqdefault.jpg)
Files Photo
નવી દિલ્હી: ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને ૧૩ રને હરાવ્યું હતું. જેમાં ટ્રેન્ટ બોલ્ટે ૨૮ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રોહિત શર્માની આગેવાનીમાં આઈપીએલ ૨૦૨૧માં મુંબઈ ઈન્ડિયન્સે બીજાે મુકાબલો જીત્યો. મેચ દરમ્યાન એક ક્ષણ એવી હતી જેમાં બોલ્ટે બોલને બાઉન્ડ્રી તરફ જતો રોકવા જતા એક અટપટી સ્થિતિ સર્જાઈ હતી.
બોલ્ટ ફીલ્ડિંગ ભરી રહ્યા હતા, આ દરમિયાન બોલ્ટ ડેવિડ વોર્નરે મારેલા શોટને રોકવાની કોશિશ કરી હતી. આ શોટ રોકવા જતા તેમના પગનું સંતુલન થોડુ બગડી ગયું હતું. આ જાેઈને તેમના ટીમના સભ્ય જેમ્સ નીશેમે ટિ્વટર પર તેમની મજાક ઉડાવી હતી. આ આખી વાત કેપ્ચર કરીને તેના રિપ્લે બતાવાયો હતો આને આખી ઘટના પર કમેન્ટેટર્સ હસવા લાગ્યા હતા. એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરાઈ રહી હતી કે, ‘બોલ્ટ હવામાં તરે છે? ટ્રેડમિલ પર દોડે છે?
આ જ પ્રકારની ઘટના ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ સાથે થતા યૂઝર તેને જેઠાલાલ સાથે સરખાવી રહ્યો છે, અને મજાક કરી રહ્યો છે. કેટલાક યૂઝર બોલ્ટના ફોટોઝ સાથે ફોટોશોપ કરી રહ્યા છે અને ટ્રેન્ટ બોલ્ટને ફની કહીને હસી રહ્યા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે મેચમાં સારી શરૂઆત કરી, પરંતુ ૧૯.૪ ઓવરમાં ૧૩૭ રન પર ટીમ ઓલઆઉટ થઇ હતી. રાહુલ ચહર (૧૯ રનમાં ૩ વિકેટ), જસપ્રીત બુમરાહ ( ૧૪ રનમાં ૧ વિકેટ) અને ટ્રેન્ટ બોલ્ટે (૨૮ રનમાં ૩ વિકેટ) લીધી હતી. જયારે મુંબઈ ઈન્ડિયન્સે ૨૦ ઓવરમાં ૧૫૦ રન કર્યા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદની છેલ્લી બે મેચ જાેવા જઈએ તો તેણે ૭.૨ ઓવરમાં ૬૭ રન કર્યા હતા. એસઆરએચને રિઅલાઈઝ થયું કે તેણે આગળ વધવા માટે ખૂબ મહેનત કરવી પડશે.