ટ્રેન નીચે આવી ગયેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કઢાયું
આગ્રા, ટ્રેનના ડ્રાઈવર દિવાન સિંઘ અને તેમના આસિસ્ટન્ટ અતુલ આનંદ રલવે ટ્રેક પર રહેલા બાળકને જુએ તે પહેલા તેમની ગૂડ્સ ટ્રેનએ ગતિ પકડી લીધી હતી. તેમણે ઈમરજન્સીમાં બ્રેક લગાવી પણ ટ્રેન બાળક પરથી પસાર થઈ ગયા બાદ ઉભી રહી હતી. બાળક પરથી ટ્રેન પસાર થયા બાદ શું થયું હશે તે વિચારીને ડરી રહેલા દિવાન અને અતુલ ટ્રેનની નીચે ઉતર્યા અને તેમણે જે જોયું તો તેમના ચહેરા પર ખુશી આવી ગઈ. તેમણે જોયું કે બાળક જીવતું હતું અને તે રડી રહ્યું હતું. આ ઘટનામાં ચમત્કાર એવો થયો કે બાળકને સામાન્ય ઈજા પણ નહોતી થઈ. આ ઘટના હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં આવેલા બલ્લાબગઢ રેલવે સ્ટેશનનની છે. આ સ્ટેશન વધારે વ્યસ્ત રહેતું નથી. જ્યારે આ દિવસોમાં ટ્રાફિકમાં વધારે ઘટાડો થયો છે.
રેલવેની નીચે બાળક આવી જવાની ઘટના વિશે વાત કરતા આગ્રા ડિવિઝનલ રેલવેના કમર્શિયલ મેનેજર એસકે શ્રીવાસ્તવ જણાવે છે કે “બે વર્ષનું બાળક તેના ૧૪ વર્ષના ભાઈ સાથે રેલવે સ્ટેશન પર રમી રહ્યું હતું. જ્યારે ટ્રેન ટ્રેક પર હતી ત્યારે મોટો ભાઈ તેના નાના ભાઈને ત્યાં છોડીને જતો રહ્યો.” આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી-આગ્રા ટ્રેન ટ્રેક પર હતી. ૧૯ મિનિટના વિડીયોમાં દેખાય છે કે ટ્રેન ઉભી રહ્યા બાદ બાળક ટ્રેનની નીચે રડતું દેખાય છે. આ બાળકને સુરક્ષિત રીતે ટ્રેનની નીચેથી બહાર કાઢવામાં આવે છે અને તેનો જે ભાઈ તેને મૂકીને રવાના થઈ ગયો હતો તેને ટ્રેનના ડ્રાઈવર દ્વારા પકડી લેવામાં આવે છે. ટ્રેનના એન્જિનની વચ્ચે ફસાયેલા બાળકને બહાર કાઢવું એટલું સરળ નહોતું, કારણ કે બાળક ટ્રેનની નીચે નાની જગ્યામાં ફસાઈ ગયું હતું. જેથી ટ્રેનના ડ્રાઈવર દ્વારા બાળકને શાંત કરવાની કોશિશો કરવામાં આવી અને તે પછી તેને બહાર કાઢવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા, બાળકને નાની જગ્યામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું. બાળકના ઘરની તપાસ કર્યા બાદ તેને તેની માતાને સોંપવામાં આવ્યું હતું.SSS