Western Times News

Gujarati News

ટ્રેસના ફાઉન્ડેશન તરફથી દરરોજ ૭૦૦ જેટલા લોકોની મફત ભોજનનું વિતરણ

સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે તો પણ ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા રોજ ૭૦૦ લોકોની મફત ભોજનનું વિતરણ ચાલુ રાખ્યુ છે.




અમદાવાદ:
અમદાવાદ સહિત આખુ રાષ્ટ્ર કોરોના વૈશ્વિક રોગચાળાનો સામનો કરી રહ્યું છે ત્યારે અમદાવાદ તેના ભાઈચારા અને મદદરૂપ થવાની ભાવના માટે જાણીતું છે અત્યારે સહુએ એકબીજાને મદદરૂપ બનીને આ મુશ્કેલ હરાવાનો છે.

 


ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા દરરોજ ૭૦૦ જેટલા લોકોની ભોજન વિતરણ કરવામાં આવે છે હોસ્પિટલના દર્દીની સાથે તેમના સ્વજનો કે સંબંધીઓ માટે સોલા સિવિલ અસારવા સિવિલ અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મફત ભોજન વિતરણ કરવામાં આવે છે.

ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા રાંધેલુ ભોજન મોટી સંખ્યામા ફુડ પેકેટ પૂરા પાડવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોને ભોજનનું વિતરણ કરતી વખતે સામાજિક અંતર અને સ્વચ્છતાનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે.

કોરોનાની માહામારીમાં લોકોની અનેક પ્રકારની તકલીફો જાેઈને મદદની ઉચ્ચ ભાવનાથી ટ્રેસના ફાઉન્ડેશન અને અમદાવાદના વિદ્યાર્થી વર્ગ અને અન્ય સેવા કરવા ઈચ્છતા લોકો પણ જાેડાવા લાગ્યા છે અને જે અંતર્ગત રોજ સોલા સિવિલ, અસારવા સિવિલ અને જીએમડીસી ગ્રાઉન્ડમાં લોકોને રોજ ૭૦૦ જેટલા લોકોની મફત ભોજનનું વિતરણ કરવામાં આવે છે.

સોલા સિવિલ, અસારવા સિવિલ અને જીએમડીસી ગ્રાઉન્ડમાં હોસ્પિટલના દાખલ થનારા દર્દીની સાથે તેના નજીકના પરિજનો સ્વજનો કે સંબંધીઓ પણ આવતા હોય છે. તેઓના માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.