ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા ઘી કાંટા ખાતે ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો
અમદાવાદ, માનવ સેવા એ જ પ્રભુ સેવા. નાના ગામડાઓ હોઈ કે પછી મોટા શહેર, દરેક જગ્યાએ સૌથી મૂળભૂત સેવા એટલે સ્વસ્થતા. સ્વસ્થ ગુજરાત અને ભારત મિશન માં સહયોગ આપી રહી છે ટ્રેસના ફાઉન્ડેશન.
અમદાવાદ શહેર માં આવેલું ‘સૂર્યનગર છાપરા – વેજલપુર’ જ્યાં તબીબી સેવાઓ નો અભાવ તો છે જ સાથે સાથે લોકો પણ હોસ્પિટલ ની મુલાકાત લેતા અચકાય છે. આ પડકાર ને પહુંચી વાળવા માટે, ટ્રેસના ફાઉન્ડેશન એ ઘીકાંટા ખાતે ત્યાં ના રહીશો ની દાક્તરી તપાસ અને તેમની સ્વસ્થ સંબંધિત સમસ્યાઓ ના નિવારણ માટે એક મેડિકલ કેમ્પ નું આયોજન કર્યું.
આ કેમ્પ માં તબીબી નિષ્ણાંતોએ ત્યાં ના રહીશો ને તપાસી યોગ્ય સૂચન કર્યા , તેમજ ડાયાબિટીસ અને બીપી જેવી તકલીફો માટેની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન આપ્યુ… આવા નાના પ્રયાસો થકી, ટ્રેસના ફાઉન્ડેશન નાના ગામો થી લઇ ને શહેર ના પછાત વિસ્તારો સુધી દરેક સંભવ સહાય આપવા પ્રતિબદ્ધ છે.