ટ્રોગોન, રાધે, ધરતી સાકેતના દરોડાનો રેલો અમદાવાદના એક મોટા ગ્રૂપ સુધી પહોંચ્યો
બિલ્ડરો સાથે આર્થિક રીતે સંકળાયેલા મોટા ગ્રૂપની વિગતો મળી
દિવાળી પૂરી થયા બાદ આયકર વિભાગે ગુજરાતમાં મોટા પાયે દરોડા પાડીને તપાસ કરી હતી
અમદાવાદ,
દિવાળી પૂરી થયા બાદ આયકર વિભાગે ગુજરાતમાં મોટા પાયે દરોડા પાડીને તપાસ કરી હતી. જેમાં મહેસાણાના મોટા ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતની ૩૬ પ્રિમાઇસીસ પર દરોડા પાડીને ૫૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા હતા. આ ગ્રૂપ સાથે સંકળાયેલા વેપારીઓની મોરબી અને રાજકોટની ઓફિસો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. લગભગ અઠવાડિયા સુધી ચાલેલી તપાસમાં ઘણી લિન્ક અને શંકાસ્પદ વ્યવહારોની વિગતો મળી હતી. મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા પણ મળ્યા હતા. ઘણા બિલ્ડરો, ઇન્વેસ્ટરો અને ભાગીદારોની વિગતો મળી હતી.
ડિપાર્ટમેન્ટ દ્વારા આ તમામ વિગતોની સ્ક્›ટિની શરૂ કરવામાં આવી છે. જેમાં આ બિલ્ડર ગ્રૂપ સાથે સંકળાયેલા અમદાવાદના મોટા ગ્રૂપની કડીઓ મળી છે. હવે આ દિશામાં તપાસ કરાશે. આ પ્રકરણની તપાસમાં સીધું દિલ્હીથી મોનિટરિંગ થઇ રહ્યું છે. ઘણા લાંબા સમય સુધી શાંતિ રાખ્યા બાદ મોરબીમાં ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડીને સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં મોટું રોકાણ મહેસાણાના બિલ્ડર ગ્રૂપ ટ્રોગોન, રાધે અને ધરતી સાકેતનું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ૧૫૦થી વધુ અધિકારીએ આ ગ્રૂપની અમદાવાદ ખાતેની ૨૫ પ્રિમાઇસિસ સહિત મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિત કૂલ ૩૬ પ્રિમાઇસીસ પર દરોડા પાડીને તપાસ કરી હતી.
તપાસમાં ૫૦૦ કરોડના બિન હિસાબી વ્યવહારો,૧૦ કરોડ રોકડા અને ઝવેરાત મળી આવી હતી. દરોડા પાદ ડિજિટલ ડેટા અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે. આ તપાસમાં ડિપાર્ટમેન્ટને અમદાવાદના મોટા બિલ્ડર ગ્રૂપની વિગતો મળી છે કરોડાના વ્યવહારોની પણ વિગતો સામે આવી રહી છે. જેને પગલે હવે આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.આ બિલ્ડર ગ્રૂપ રોકડા રૂપિયા આંગડિયા પેઢી મારફતે ટ્રાન્સફર કરતા હતા. ગાંધીનગરની એક આંગડિયા પેઢીની જુદી જુદી બ્રાચમાં કરોડો રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા હોવાની વિગતો પણ ડિપાર્ટમેન્ટના ધ્યાને આવી હતી. જેને પગલે આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે.ss1