ટ્રોફી હારી જતાં કરણ કુંદ્રાની આંખમાં આંસુ આવી ગયા
મુંબઇ, ૧૨૦ દિવસ બાદ બિગ બોસ ૧૫ને આખરે તેનો વિનર મળી ગયો. રવિવારે, ૩૦મી જાન્યુઆરીએ બિગ બોસ ૧૫નું ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. જેમાં વિનર તરીકે તેજસ્વી પ્રકાશના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનર-અપ તો કરણ કુંદ્રા સેકન્ડ રનર-અપ બન્યો હતો. તેજસ્વી પ્રકાશની જીત પર માત્ર બિગ બોસ ૧૫ના દર્શકો જ નહીં પરંતુ કેટલાક સેલેબ્સે પણ સવાલ ઉઠાવ્યા છે.
કરણ કુંદ્રાને શરૂઆતથી જ ટ્રોફી જીતવા માટેનો પ્રબળ દાવેદાર માનવામાં આવતો હતો. જાે કે, તે ત્રીજા સ્થાને આવતા તેના ફેન્સ પણ ઉદાસ થયા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, શો ફિનાલે ખતમ થયા બાદ કરણ ખૂબ જ રડ્યો હતો. એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, કરણ કુંદ્રા રિઝલ્ટથી ખૂબ જ નિરાશ હતો. જ્યારે તે સેટ બહાર આવ્યો ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયા હતા.
તે રડી રહ્યો હતો. હકીકતમાં, તેણે ફિનાલે બાદ યોજાતી પાર્ટીમાં જવાનું ટાળ્યું હતું અને સીધો ઘરે ગયો હતો. તે ઠીક જણાતો નહોતો. જાે કે, કરણ કુંદ્રાએ પોતાનો મૂડ ઠીક કર્યો હતો અને સવારે તેજસ્વી પ્રકાશની જીતને સેલિબ્રેટ કરવા માટે તેના ઘરે ગયો હતો.
બિગ બોસ ૧૫ના ઘરમાંથી બહાર થયા બાદ કરણ કુંદ્રાએ પણ એક ક્રિપ્ટિક ટ્વીટ શેર કરી હતી. તેણે લખ્યું હતું ‘મારી જર્ની દરમિયાન સતત તમે મારા પર જે પ્રેમ વરસાવ્યો અને સપોર્ટ આપ્યો જે માટે દરેકનો ખૂબ ખૂબ આભાર. લેટ ટ્વીટ માટે સોરી આજે ઘણી બધી બાબતો પરથી ભરોસો ઉઠી ગયો તમે મારી સાથે પહાડની જેમ ઉભા રહ્યા.
બીજા ટ્વીટમાં તેણે લખ્યું હતું ‘જે કંઈ થયુ તેમાંથી બહાર આવવામાં મને સમય લાગશે પરંતુ મને ખાતરી છે કે હું કરી શકીશ તમને વચન આપુ છું કે ફરીથી ક્યારેય તમને નિરાશ નહીં કરું. મારા પરિવારનો આભાર.SSS