ટ્રોલરે અભિષેકની પત્ની વિશે ખરાબ ટિપ્પણી કરી
મુંબઈ: બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન પિતા અમિતાભ બચ્ચન જેવું નામ નથી કમાવી શક્યો. જાે કે, તે સારો અભિનેતા હોવાની સાથે ટ્રોલ કરનારા લોકોને કેવી રીતે સારી ભાષામાં જવાબ આપી શકાય તે પણ જાણે છે. અભિષેક અવારનવાર ટ્રોલર્સના નિશાને આવતો રહે છે અને દર વખતે તેણે આપેલો જવાબ તેમના વખાણ કરવા મજબૂર કરે તેવો હોય છે.
નફરત કરતાં વ્યક્તિને પણ સારા શબ્દોમાં કેવી રીતે જવાબ આપી શકાય તે અભિષેક પાસેથી શીખી શકાય છે. હાલમાં જ એક ટ્રોલરે અભિષેક બચ્ચનને ટ્રોલ કર્યો સાથે જ પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન પર પણ ટિપ્પણી કરી. પછી શું અભિષેકે તેને પોતાના જ અંદાજમાં જવાબ આપ્યો. હકીકતે અભિષેક બચ્ચને આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’નું ટ્રેલર ટિ્વટર પર શેર કર્યું હતું. જેના પર કોમેન્ટ કરતાં એક યૂઝરે લખ્યું, “દોસ્ત તું કંઈ કામનો નથી. મને તારી માત્ર એક વસ્તુથી ઈર્ષ્યા આવે છે એ છે
તારી ખૂબસૂરત પત્ની. આ કોમેન્ટ જાેઈને અભિષેક બચ્ચન પણ પાછળ ના હટ્યો અને તેણે રમૂજી અંદાજમાં જવાબ આપ્યો. અભિષેકે લખ્યું, ઓકે. તમારા અભિપ્રાય માટે આભાર. હું એ જાણવા માટે જિજ્ઞાસુ છે કે તમે કોની વાત કરી રહ્યા છો કારણકે તમે ઘણાં લોકોને ટેગ કર્યા છે. મને ખબર છે ઈલિયાના અને નિકીએ લગ્ન નથી કર્યા. ત્યારે અમે (અજય, કૂકી, સોહમ) બાકી રહ્યા છીએ.
પીએસ- ડિઝની હોટસ્ટાર વીઆઈપીએ લગ્ન કર્યા છે કે કેમ તે જાણીને તમને જણાવીશ. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે અભિષેકે આ રીતે સારી ભાષામાં જવાબ આપીને કોઈ ટ્રોલરની બોલતી બંધ કરી હોય. ગત વર્ષે એક ટ્રોલરે અભિષેકને કહ્યું હતું કે, અમિતાભ બચ્ચનનો દીકરો હોવાને કારણે તેને કામ મળે છે. ત્યારે અભિષેકે જવાબ આપ્યો હતો,
‘કાશ, તમે જે કહી રહ્યા છો તો સાચું હોત. વિચારો મને કેટલું કામ મળ્યું હતું.’ આ સિવાય અભિષેક અને અમિતાભ કોરોના પોઝિટિવ હતા અને હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પણ એક ટ્રોલરે જૂનિયર બચ્ચનને ટ્રોલ કર્યો હતો. એ વખતે પણ અભિષેકે જાેરદાર જવાબ આપ્યો હતો.
વર્કફ્રંટની વાત કરીએ તો અભિષેક બચ્ચન ફિલ્મ ‘ધ બિગ બુલ’માં જાેવા મળશે. આ ફિલ્મ સ્ટોકબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. ફિલ્મમાં અભિષેક લીડ રોલમાં છે. જાે કે, હર્ષદ મહેતાના જીવન પરથી ‘સ્કેમ ૧૯૯૨’ નામની વેબ સીરીઝ ગયા વર્ષે રિલીઝ થઈ હતી. લોકોને ખૂબ પસંદ આવી હતી.