‘ટ્રોલ્સ’ મને નાગણ-ભૂતની કહીને ખીજવે છે: મોની રોય

અભિનેત્રીને આવ્યો ભારે ગુસ્સો
હું તમામ વસ્તુ પૂરી શિદ્દત સાથે કરવાનું પ્રિફર કરું છું, તેથી ઓડિયન્સને હું એ રીતે નજર પણ આવું છું
મુંબઈ,
એક્ટ્રેસ મોની રોય મોટાભાગે ટ્રોલ્સના નિશાના પર રહે છે. મોની ટૂંક સમયમાં ‘ધ ભૂતની’ ફિલ્મમાં નજર આવશે. એક્ટ્રેસ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. મોનીને નાના પડદા પર ‘નાગિન’ની ભૂમિકા ભજવતા જોઈ છે. હાલમાં તે પોતાના લુકને લઈને પણ ટ્રોલ થઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં મોનીએ આ ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો છે, જે તેને નાગણ અને ભૂતની કહીને ખીજવે છે. મોનીએ કહ્યું કે, ‘જ્યારે તમે સ્ક્રીન પર કોઈ જોનર ભજવી રહ્યા હોય અથવા કોઈ ફિક્શનલ પાત્ર ભજવી રહ્યા હોય ત્યારે તમારા માટે ખુદને તેમાં ઢાળવું ખૂબ જ જરૂરી હોય છે.
જ્યાં સુધી તમે ખુદ એ પાત્રને જીવો નહીં, ત્યાં સુધી દર્શકો તમારા પર વિશ્વાસ નહીં કરશે. તમે દર્શકોને પાગલ ન બનાવી શકો છો. હું જ્યાં સુધી કોઈ પાત્રમાં પોતાને ઢાળી નથી દેતી, ત્યાં સુધી હું કોઈ પાત્ર નથી ભજવતી. હું તમામ વસ્તુ પૂરી શિદ્દત સાથે કરવાનું પ્રિફર કરું છું. તેથી ઓડિયન્સને હું એ રીતે નજર પણ આવું છું.’ મોનીએ આગળ કહ્યું કે, ‘રહી વાત મને નામ આપવાની તો મને આ બધી બાબતોથી કોઈ ફરક નથી પડતો. કારણ કે, મારા માટે હંમેશાથી જ આર્ટ અને ક્રાફ્ટ મહત્ત્વપૂર્ણ છે, લોકોની વાતો નહીં. જે લોકો મારા માટે ખરાબ બાબતો કોમેન્ટમાં લખે છે, એવી કોમેન્ટ હું વાંચતી પણ નથી અને જોતી પણ નથી. તેઓ તેમનું કામ કરે છે અને હું મારું કામ કરું છું.’ss1