ટ્વીકલને ડાયરેક્ટરે મંદાકિની જેવો સીન કરવાનું કહ્યું હતું
મુંબઈ, રાજ કપૂરની ફિલ્મ રામ તેરી ગંગા મૈલીના બધા ગીતો બ્લોકબસ્ટર સાબિત થયા અને તેમાં પણ ગીત ‘તુજે બુલાયે મેરી બાહે’ની અભિનેત્રી રાતોરાત ચમકી ગઈ હતી. ગીતમાં મંદાકિનીએ પાતળી સફેદ સાડી પહેરી હતી અને ઝરણા નીચે ડાન્સ કર્યો હતો. આ ગીત બોલિવુડના એવા ગીતોમાં સામેલ છે કે જેને દર્શકોએ સાંભળીને નહીં પરંતુ જાેઈને આનંદ લીધો છે.
અત્યારે ફિલ્મોમાં કિસિંગ સીન હોવા કે બોલ્ડ સીન આપવા સામાન્ય બાબત છે. દરેક બીજી ફિલ્મમાં ઓછા કે વધતા પ્રમાણમાં આ પ્રકારના સીન જાેવા મળે છે. પરંતુ વાત જ્યારે ૧૯૮૫ની આવે અને તે સમયે અનેક પરિવારોમાં મહિલાઓને ઉંબરો ઓળંગવાની પરવાનગી ના હોય અને ત્યારે એક ફિલ્મ આવે જેમાં અભિનેત્રી પાતળી સાડી પહેરીને ઝરણા નીચે નૃત્ય કર્યું હોય.
વિચારી શકાય કે કેવી પરિસ્થિતિ તે સમય દરમિયાન ઉભી થઈ જશે. ફિલ્મનું નામ ‘રામ તેરી ગંગા મૈલી’માં ભગવાન અને ગંગાનું નામ જાણી લોકો એ વિચારીને ફિલ્મ જાેવા ગયા કે ફિલ્મ ધાર્મિક હશે પરંતુ સિનેમાઘરમાં મંદાકિનીને જાેઈ રીતસરનો હંગામો મચી ગયો હતો.
અક્ષય કુમારના પત્ની ટ્વીન્કલ ખન્નાએ યુ ટ્યુબ ચેનલ ‘ટ્વીક ઈન્ડિયામાં કિસ્સો જણાવ્યો હતો કે ‘એક ડિરેકટરે ‘મને રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મમાં મંદાકિનીએ ઝરણા નીચે ભજવેલા પોપ્યુલર સીનને ફરી ભજવવાનું કહ્યુ હતું પરંતુ ટ્વીન્કલ ખન્નાએ આ કામ માટે ના કહી દીધી હતી.
આ ઘટના બાદ ડિરેકટરે ક્યારેય પણ ટ્વીન્કલ ખન્ના સાથે વાત ન કરી અને તેને અન્ય કોઈપણ ફિલ્મમાં સાઈન ન કરી. આ કિસ્સાની વાત કરીએ તો ટ્વીન્કલ ખન્નાએ સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો, અને રેઈન ગીત શૂટ કરવાનું હતું.
તે સમયે ડિરેકટર ટ્વીન્કલ ખન્ના પાસે ગુરુ દત્તની નકલ કરતા શાલ ઓઢીને આવ્યા અને તેને કહ્યું કે- જાે હું તને મંદાકિનીની જેમ સીન કરવાનું કહું તો તું શું કરીશ?, તો ટ્વીન્કલ ખન્નાએ જવાબ આપ્યો કે ‘હું બે કામ કરીશ, એક તો તમને આ કામ માટે ના કહી દઈશ, અને તમે રાજ કપૂર નથી’.
આ ઘટના બાદ તે ડિરેકટરે ક્યારેય પણ ટ્વીન્કલ ખન્ના સાથે વાતચીત કરી નહીં અને તેને બીજી કોઈ ફિલ્મમાં સાઈન કરી નહીં. ટ્વીન્કલ ખન્ના માટે આ અનુભવ ઘણો કડવો રહ્યો પરંતુ તેને સ્ટેન્ડ લીધું અને ડિરેકટરને આ પ્રકારનો જવાબ આપ્યો તે સરાહનીય વાત છે.SSS