ઠંડીની સીઝનમાં ગળામાં થતાં સોજાનો આ રહ્યો દેશી ઉપચાર
હવામાન બદલાતાં ગળા પર સાધારણ સોજાે આવવો સામાન્ય બાબત છે. તેને કારણે ગળામાં પીડા, ખણ આવવી કે બળતરા થવાનો અહેસાસ થતો હતો. ગળા પર સામાન્ય સોજાે આવતાં કોળિયો ગળવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. જાેકે તે કોઈ ગંભીર સમસ્યા નથી. પરંતુ તેને કારણે ખાવા પીવામાં અને ઉંઘવામાં તકલીફ પડે છે.
ઘરેલું વસ્તુનું સેવન તેમાં આરામ આપે છે. આ હેતુસર મધ ખૂબ લાભદાયી છે. રાતે આવતી ખાંસીના કિસ્સામાં મધને ખૂબ લાભદાયી માનવામાં આવે છે. મધ ઘાને પણ ઝડપથી ભરી દે છે. ગળાના સોજાના કિસ્સામાં ખૂબ સારી રીતે રાહત આપે છે. મીઠાના પાણીના કોગળા પણ આરામ આપે છે. તે પાણી ગળામાં રહેલા બેકટેરીયાને પણ મારે છે.
ગરમ પાણીમાં અડધો ચમચો મીઠું ભેળવીને કોગળા કરવાથી ગળાના સોજાના રાહત મળે છે. દર ત્રણ કલાકે આવા ખારા ગરમ પાણીથી કોગળા કરો. બેકીગ સોડા સાથે મીઠાના ગરમ પાણીના કોગળા પણ સોજા મટાડવામાં મદદ કરે છે. બેકીગ સોડા બેકટેરીયા અને ફુગને ખતમ કરે છે.
કૈમોમાઈલ ચાના પ્રાકૃતિક ગુણો પપણ ગળાના સોજાના કિસ્સામાં રાહત પહોંચાડે છે. કૈમોમાઈ લોનો નાસી લેવાથી રાહત પહોચાડે છે. કૈસો ખાંસી, શરદી જેવા લક્ષણોમાં લાભ મળે છે. ફુદીનાની મદદથી મુખની દુર્ગધ દૂર થતી હોય છે. ફુદીનાને તેલ ગળાના સોજામાં આરામ આપે છે.