Western Times News

Gujarati News

ઠંડીમાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી ગયું

પ્રતિકાત્મક

અમદાવાદ, આાપણા સમાજમાં માતાને એક વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે. મા તે મા બીજા બધા વગડાના વા, ગોળ વિના સુનો કંસાર, મા વિના સુનો સંસાર જેવી માતૃ પ્રેમ માટે આવી અનેક કહેવતો છે. પરંતુ માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય એવી વધુ એક ઘટના શહેરના મણીનગર વિસ્તાર માં સામે આવી છે. હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકોએ દરગાહમાં લઈ જઈ આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી.

સમગ્ર મામલે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મણીનગર મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળીબેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જાેગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જાેયું તો એક બાળક હાડ થીજવી દેતી ઠંડીમાં રડતું હતું.

એક ગોદડીમાં બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જાેયું તો તેમાં ૧૦થી ૧૨ દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિતના લોકો દરગાહમાં લઇ ગયા હતા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસમાં ગયું હશે. જાેકે, લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. મણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણી મહિલા સામે બાળકીને તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીની સારવાર કરાવી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસથી અત્યારસુધીમાં મણીનગર આવકાર હોલ, ઓઢવ, સોલા અને અમરાઈવાડી એમ કુલ પાંચેક ભ્રૂણ મળી આવ્યા હતા. ત્યારબાદ ગોમતીપુરમાંથી પણ ભ્રૂણ મળી આવ્યું હતું. જેની નોંધ ઉચ્ચ અધિકારીઓ લીધી હતી. તપાસ કરતા મણીનગરના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.