શીત લહેરને કારણે હિમાચલ પ્રદેશમાં નદી જામી ગઇ
નવીદિલ્હી, દેશભરમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે.ઉત્તર ભારતમાં ગંભીર ઠંડીની સ્થિતિ જાેવા મળી રહી છે આવનારા દિવસોમાં અહીં ગંભીર શીત લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. ઠંડી પહોતાનો કહેર વર્તાવી રહી છે હિમાચલ પ્રદેશમાં ઠંડીથી એક નદી પુરી રીતે જામી ગઇ છે અને લોકો તેના પર ચાલતા નજરે પડયા હતાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક હિસ્સામાં વાયુ પ્રદુષણ વધશે અને આ સાથે જ શીતલહેર પણ જાેવા મળશે.
ક્ષેત્રીય મૌસમ પૂર્વાનુમાન કેન્દ્રના પ્રમુખ કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું કે પશ્ચિમી વિક્ષોભનો પ્રભાવ મુખ્ય રીતે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થશે જયાં મધ્યમ વરસાદ કે બરફવર્ષા થવાની આશા છે.દિલ્હીમાં અમને વાદળો છવાઇ જવાની અને વરસાદ થવાની આશા કરીએ છીએ ચાર દિવસો માટે શીત લહેર જાેવા મળી શકે છે અમે પહેલા જ ખુુબ ઓછા ન્યુુનતમ તાપમાન જાેઇ રહ્યાં છીએ જે શીત લબેરની સ્થિતિ સ્થિતિને દર્શાવે છે.
એ યાદ રહે કે પશ્ચિમી વિક્ષોેભના પ્રભાવ હેઠળ જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગિત બાલ્સિસ્તાન અને મુઝફફરાબાદ પર ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થવાની થઇ શકે છે આઇએમડીએ કહ્યું કે આગામી ત્રણ દિવસમાં પંજાબ હરિયાણા અને ચંડીગઢના ઉત્તરી હિસ્સામાં વરસાદ કે બરફવર્ષા થવાની સંભાવના છે.
પશ્ચિમ વિક્ષોભના હટયા બાદ અને ઉત્તર પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમમાં નીચલા સ્તરની હવાઓમાં ઠંડી અને શુષ્કતાના પરિણામસ્વરૂપ મજબુતીના પ્રભાવના કારણે ૨૯ ડિસેમ્બર બાદ પંજાબ હરિયાણા ચંડીગઢમાં ફરીથી ગંભીર શીત લહેરની સ્થિતિ ઠંડી થઇ શકે છે.
પશ્ચિમ મધ્યપ્રદેશના ઉત્તરી ભાગોમાં પણ શીત લહેરની સ્થિતિનું અનુમાન થવાની સંભાવના છે ઉત્તરાખંડ ચંડીગઢ દિલ્હી રાજસ્થાન અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં અલગ અલગ પોકેટમાં ગ્રાઉડ ફ્રોસ્ટની સ્થિતિ થવાની સંભાવના છે.
જયારે પંજાબ હરિયાણા ચંડીગઢ અને દિલ્હીમાં આગામી બે દિવસમાં કોલ્ડ ડેની સ્થિતિની સંભાવના છે. આઇએમડી અનુુસાર એક કોલ્ડ ડે એટલે કે ગંભીર કોલ્ડ ડે ત્યારે માનવામાં આવે છે જયારે ન્યુનતમ તાપમાન ૧૦ ડિગ્રીથી ઓછું હોય અને અધિકતમ તાપમાન સામાન્યથી ૪.૫ ડિગ્રી સેલ્સિયસ કે ૬.૪ ડિગ્રી સેલ્સિયસથી ઓછી હોય
મેદાની વિસ્તારોમાં એક શીત લહેર ત્યારે થાય છે જયારે ન્યુુનતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ કે તેની નીચે હોય છે અને સતત બે દિવસ સુધી મૌસમ ૪.૫ ડિગ્રી ઓછી થાય છે પ્રદુષણની વાત કરીએ તો પૃૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ વાયુ ગુણવત્તા પ્રારંભિક ચેતવણી પ્રણાલી અનુસાર વેટિલેશન ઇડેકસ ૩૫૦૦ એમ ૨-એસ એસ હોવાની સંભાવના છે.વેટિલેશન ઇડેકસ મિક્સિગ ઉચાઇ અને હવાની ગતિનું એક કાર્ય છે અને પ્રદુષણને ફેલાવવા માટે વાતાવરણની ક્ષમતાને પરિભાષિત કરે છે