Western Times News

Gujarati News

ઠંડી તથા ધુમ્મસને કારણેે ફલાઈટો મોડી પડતા મુસાફરો અટવાયા

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ: હવામાન ખાતાએ કરેલ બે દિવસ સુધી કોલ્ડવેવની કરેલ આગાહીને કારણે વહેલી સવારથી હાડથીજાવતી ઠંડીનો કહેર શરૂ થઈ ગયો છે. અને કાતિલ ઠંડીને કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. ઉત્તર ભારતથી વાતા પવનને કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કચછમાં પણ આજે ઠંડીનો કહેર જાવા મળે છે. કચ્છનું નળીયા ગુજરાતમાં સૌથી ઠંડુગાર છે. જ્યાં તાપમાન પ.૬ ડિગ્રી નોંધાયુ છે.


ઠંડા સુસવાટાવાતા પવનો, શહેરીજનો માટે મુસીબત બન્યા છે. કાતિલ ઠંડીને કારણે ટ્રાફિકમાં પણ ટ્રાફિક રોજ કરતાં ઘણો ઓછો જાવા મળી રહ્યો છે. ઠંડીની ઘેરી અસર ફૂટપાથ પર વસતા લોકો પર પડી છે. ઠંડીથી બચવા ભેગા થઈ તાપણું કરી ઠંડી ઉડાડવા પ્રયત્નો કરી રહ્યા છે. ઠંડી એટલી કાતિલ છે કે ગરમ કપડાં પર પણ અસર નથી. . વરસાદને કારણે રાજ્યના કેટલાંક વિભાગમાં ઠંડીની સાથે ધુમ્મસને કારણે વીજીબિલીટી પણ ઓછી થઈ જાય છે.

ધુમ્મસ તથા વિજીબિલીટી ઓછી થવાને કારણે એર ફલાઈટો તેના નિર્ધારીત સમય કરતા મોડી દોડી રહી છે. ટ્રેઈનો પણ ઠંડી તથા ધુમ્મસની અસર નડી રહી છે. જેને કારણે ડ્રાઈવરે કેટલાંક રૂટ ડાયવર્ટ કરવા પડ્યા હતા. નાતાલ વેકેશન હોવાથી નાના પ્રવાસે જનાર મુસાફરોને પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ઉત્તર ભારત, જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાને કારણે વાતી ઠંડી લહેરોને કારણે ઉત્તર ભારત ઠંડીથી સૌથી વધુ પ્રભાવિત બન્યુ છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી પડી રહેલી હાડ થીજાવતી ઠંડીને કારણે દિલ્લ્હીનો ઉષ્ણતામાનનો પારો આજે ગગડીને ૭ ડીગ્રી બતાવે છે. ઠંડીની સાથે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે કેટલીક ફલાઈટો રદ કરવી પડી છે. તો કેટલીક ફ્લાઈટોના રૂટ તેમજ તેના સમય કરતા મોડી ઉડી રહી છે. ટૂંકમાં સમય ન સચવાતા મુસાફરો અટવાઈ પડ્યા છે.

અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉપડતી ફલાઈટો મોડી દોડી ઉડી રહી છે. ત્યારે ઘણી ફલાઈટો રદ થવાને કારણે હવાઈ મથક પર મુસાફરો અટવાઈ જતા ભારે હોબાળો મચાવ્યો છે. જે દિલ્હીમાં કાતિલ ઠંડી તથા ધુમ્મસને કારણે ઠેકઠેકાણે ટ્રાફિક જામ જાવા મળે છે. હિલસ્ટેશન કરતા પણ દિલ્હીમાં ઠંડી વધારે છે. ર૬મી જાન્યુઆરીના ગણતંત્રની ઉજવણી કરવા માટે ભારે તૈયાર થઈ રહી છે.

ઠંડી તથા ધુમ્મસમાં પણ લશ્કરી જુવાનોએ રીહર્સલ કરતા જાવા મળે છે. બરફ વર્ષાથી વાહન વ્યવહાર ખોરવાતા પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા ખસેડવામાં આવી.
ગુજરાતમાં પણ ઠંડીનું જાર વધી રહ્યુ છે. અમદાવાદનું આજનું ઉષ્ણતામાન ૧૧.૬ ડીગ્રી નોંધાયુ છે. ગુજરાતના દસ શહેરોમાં પારો આજે ૧૦ ડીગ્રીથી ઓછો નોંધાયો છે. અમરેલી ૯.૬, ભૂજ ૭.૬, ડીસા ૯.૬, ગાંધીનગર ૧૦, પોરબંદર ૧૦ ડીગ્રી નોંધાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.