ઠંડી વધતાં પશુઓનું દૂધ આપવાનું ઓછું થયું
કચ્છ, કચ્છ જિલ્લો ઠંડી હવાઓથી ઠૂંઠવાઈ રહ્યો છે. કચ્છ સહિત રાજ્યભરના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં તાપમાનનો પારો તો નીચો જઈ રહ્યો છે, પરંતુ સાથે સાથે આનાથી પશુધન પર અસર પડી રહી છે.
શિયાળામાં તાપમાન ૫ ડિગ્રીથી વધારે નીચું જાય તો દૂધાળા પશુઓના દૂધ ઉત્પાદનમાં ક્ષમતા ઘટે છે. ઉપરાંત માલધારીઓ પોતાના પશુઓને ખુલ્લામાં રાખતા હોવાથી પશુઓની પાચન પ્રક્રિયા પર અસર થવાથી દૂધની ક્ષમતા પણ ઓછી થઈ શકે છે. માલધારીઓ દ્વારા પશુને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓને ઠંડીની વિપરિત અસર નહીં થાય.
ગુજરાતના કાશ્મીર એવા નલિયામાં લઘુત્તમ સતત નીચો સરકી રહ્યો છે આજે નલિયામાં ૩.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે તો જાે આગામી સમયમાં જાે તાપમાન હજી પણ નીચું જશે તો દૂધનું ઉત્પાદન પણ ઘટવાની સંભાવના છે. હવે કચ્છમાં શિયાળાની પક્કડ જામી ચુકી હોઈ લઘુત્તમ પારો સતત નીચો સરકી રહ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુધનની વસ્તી વિશેષ છે.
કચ્છ જિલ્લામાં કુલ ૨૦ લાખ જેટલું પશુધન છે. જેમાં ૧૦ લાખથી વધુ ગાય અને ભેંસ વર્ગના પશુઓ છે. જેના લીધે પશુપાલન ઉદ્યોગ પણ ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. પશુપાલન વિભાગના અધિકારી ડૉ. હરેશ ઠકકરે આ વિશે જણાવ્યું હતું કે, હાલ શિયાળામાં કોલ્ડવેવ હોવાથી અને જાે તાપમાન ૫ ડિગ્રીથી નીચું જાય તો દુધાળા પશુઓના દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટે છે. આ ઉપરાંત તમામ માલધારીઓ પોતાના પશુઓ ખુલ્લામાં રાખે છે. માટે કોલ્ડવેવની અસર તળે પશુઓ પર ચયાપચયની પ્રક્રિયા પર અસર વધારે થતી હોય છે, તેના કારણે દૂધ ઉત્પાદન ક્ષમતા પર અસર થઈ શકે છે.SSS