‘ઠરશે ગુજરાત’: અમદાવાદમાં પારો 6.7 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ, ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરનાં કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી ગયુ છે. રાજ્યનાં મોટાભાગનાં શહેરનું તાપમાન 10 ડિગ્રીની નીચે નોંધાયું છે.
અમદાવાદ, ગાંધીનગર સહિતનાં અન્ય શહેરોમાં ઠંડીએ તેનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતા લોકો ઠુંઠવાયા છે. માવઠાની અસર દૂર થતાં જ ગુજરાત હિલસ્ટેશનમાં ફેરવાઇ ગયું હોય તેમ કાતિલ ઠંડીમાં અચાનક જ વધારો થયો છે. પાટનગર ગાંધીનગરમાં ઠંડીની પ્રમાણ વધ્યુ છે.
જેમાં 4.3 ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું રેકોર્ડ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. તથા અમદાવાદમાં પણ 6.7 ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો હતો.
એકાએક ઠંડી વધી જતાં જનજીવનને અસર થઇ-ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત્ છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. તેમજ ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરના કારણે અસર દેખાઇ રહી છે. તથા આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે તે નક્કી છે.
અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં ઠંડીની પ્રમાણ વધ્યુ છે. જેમાં 4.3 ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું રેકોર્ડ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. તથા અમદાવાદમાં પણ 6.7 ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો હતો.