ઠાકોરભાઈ દેસાઈ હૉલ ખાતે રાષ્ટ્રીય ચેતના જગાડતો કાર્યક્રમ “તારા નામમાં ઓ સ્વતંત્રતા” યોજાયો

ઈતિહાસ એ માત્ર અભ્યાસક્રમનો વિષય નથી,પરંતુ જનતામાં જુસ્સો પ્રેરિત કરવાનું અગત્યનું પરિબળ છે: શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સ્વાતંત્રદિનની પૂર્વસંધ્યાએ “આઝાદીનો અમૃત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય ચેતનાને જાગૃત કરતા કાર્યક્રમ” તારા નામમાં ઓ સ્વતંત્રતા”ને સંબોધતા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યુ હતું કે,
ઈતિહાસ એ માત્ર અભ્યાસક્રમનો વિષય નથી, પરંતુ જનતામાં જુસ્સો પ્રેરિત કરવાનું અગત્યનું પરિબળ છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ આઝાદીના અમૃત મહોત્સવની પૂર્વભૂમિકા રજૂ કરતા ગુજરાતના ઈતિહાસના અનેક અજાણ્યા બનાવો-ઘટનાઓ પણ રજૂ કર્યા હતા.
આ અવસરે લોકપ્રિય રેડિયો જૉકી ધ્વનિતે ભારતના રાષ્ટ્રવાદના મૂળમાં આદ્યાત્મિકતા હોવાનું જણાવી ઉપસ્થિત શ્રોતાઓને આચરણ થકી “સાચા રાષ્ટ્રવાદી” બનવાની હાકલ કરી હતી. આ પ્રસંગે ધ્વનિતે કોરોનાકાળમાં તેમને જનચેતનાના થયેલા અનેક અનુભવોનું બખૂબી વર્ણન કર્યું હતું.
આ અવસરે જાણીતા કવિ શ્રી હરદ્વાર ગોસ્વામીના નિબંધ સંગ્રહ ‘કલરવ’નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેમ જ ગાયકવૃંદ ડૉ. નરેન્દ્ર શાસ્ત્રી, શ્રી રક્ષા શુક્લ, ડૉ.ફાલ્ગુની શશાંક અને ડૉ.કૃતિ મેઘનાથીએ સંગીતમય પ્રસ્તુતિથી પ્રેક્ષકોએ મંત્રમુગ્ધ કર્યા હતા.
ગુજરાતી સાહિત્ય અકાદમીના મહામંત્રી ડૉ. હિમ્મત ભાલોડિયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિરલ રાચ્છએ કર્યું હતું.