ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા છાત્રાલય માટે શિક્ષણરથનું આયોજન
દિયોદર, બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજ વ્યસનમુક્ત બની શિક્ષણ તરફ આગળ વધી રહી છે જેમાં હવે ઠાકોર સમાજના બાળકોને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે સમાજના આગેવાનો પણ આગળ આવ્યાં છે.
જેમાં રાજ્યના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણની ઉપસ્થિતિમાં દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે કન્યા છાત્રાલયના બાંધકામ માટે ફાળો એકત્રિત કરવા માટે સમાજના આગેવાનો વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમય દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે એક વિશાળ જગ્યા પર કન્યા છાત્રાલય બનશે
જેમાં ઠાકોર સમાજની દીકરીઓ કન્યા છાત્રાલયમાં રહી શિક્ષણ મેળવી શકશે જેમાં લાખો રૂપિયાના ખર્ચે કન્યા છાત્રાલયના બાંધકામ માટે સમાજના આગેવાનો પણ આગળ આવી પ્રયત્નો કરી રહ્યાં છે. કન્યા છાત્રાલય માટે આગામી તા.૨૭-૨-૨૦૨૨ના રોજ સંતશ્રી સદારામ કેળવણી ટ્રસ્ટ દિયોદર દ્વારા શિક્ષણ રથનો પ્રારંભ કરવામાં આવશે
જેમાં ૧૩-૩-૨૦૨૨ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં સમગ્ર દિયોદર તાલુકાના દરેક ગામોમાં આ રથ ફરશે અને શિક્ષણ માટે ફાળો એકઠો કરી કન્યા છાત્રાલય માટે ઉપયોગી લેવાશે.