ઠાકોર સમાજની ૧૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
બંધવડના જલારામ ધામ ખાતે વૈષ્ણવી ફાઉન્ડેશન દ્વારા સમુહલગ્નોત્સવ યોજાયો
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) તાજેતરમાં બંધવડના જલારામ ધામ ખાતે વૈષ્ણવી ફાઉન્ડેશન દ્વારા ૧૦ વર્ષ અગાઉ નિર્માણ પામેલા શ્રી જલારામ બાપાના મંદિર ધામમાં મંદિરને ૧૦ વર્ષ પૂર્ણ થતા તે નિમેતે શ્રી માં વૈષ્ણવી દેવી ઉર્ફે પુજ્ય દિદિ દ્વારા એક સમુહલગ્નોત્સવ આયોજિત કરવામાં આવ્યો હતો.
જેમ્સ ગરીબ ઠાકોર સમાજની દીકરીઓને પ્રભુતામાં પગલાં કરાવી કરિયાવર આપી એક ઉદાહરણ રૂપ કાર્ય પૂજ્ય દીદી દ્વારા સંપન્ન થયું હતું.
જલારામ ધામ બંધવડ,?તા. રાધનપુર ખાતે)ગરીબ ઠાકોર સમાજ ની અગિયાર દિકરીયોના સમુહલગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતું.જે મા દીકરીઓને કરિયાવરના(ફ્રીજ, મંગળસુત્ર,સેટી પલંગ,રસોડા સેટ,તિજાેરી અન્ય ચીજાે) દાતા શ્રીઓ દ્વારા દાન આપી સહયોગ કરાયો હતો.
આ સહયોગીઓમાં મોટા ભાઇ અંબરીષભાઇ સોઢા, શ્રીમતી સુચિતાબેન અંબરીષભાઇ સોઢા શ્રીમતિ ગીતાબેન ભરતભાઇ સંધવી, જયસુખ બુધદેવ ઠક્કર, સુનિલભાઇ આનંદપરા,શ્રીમતી શોભનાબેન સુરેશભાઇ શેઠ, જયંતભાઇ શાહ, કલ્પેશભાઇ પટેલ, વૈભવભાઇ જાની,
શ્રી પ્રેમ શંકરભાઇ જાની, કેયુરભાઇ ઠાકોર, શ્રીરાજુભાઇ(જશવંતજી વાડાજ) પ્રકાશભાઇ શાહ, શ્રી લવીંગજી ઠાકોર પુર્વ ધારાસભ્ય, શ્રી આરતીબેન એનુલકર (ક્રાઇમબ્રાન્ચ), વિમળાબેન વર્મા ( ઉવારસદ), શ્રી પ્રફુલાબેન રાઠોડ( શાહપુર), તેમજ ગામ ના આગેવાન રણછોડજી ઠાકોર(બાસ્પા), ભેમાજી છત્રાજી, ભુપતજી, હેમાચંદજી, ’ ભુદરજી ડેલીકેટ,શ્રી બલાજી ઠાકોર, વિરચંદજી ઠાકોર, ઉમાંશકર જાેષી,
તેમજ સંસ્થા ના કાર્યકતા વિક્રમભાઇ રાવલ, રમેશભાઇ ચોધરી,. રાહુલભાઇ ઠાકોર, પ્રવિણભાઇ મક્વાણા, રમેશભાઇ મક્વાણ, દાડમબેન,રમિલાબેન, તેમજ સંસ્થાના મુખ્ય સેકટરી અનુજાબેન જાની, તેમજ ટ્રસ્ટી ઉષાબેન જાની તેમજ સંસ્કારધામ શાળાના આચાર્ય જશુભાઇ રાવલ આ તમામ સભ્યો એ સાથ સહયોગ કરી સમુહલગ્નોત્સવ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.