ઠાસરાના ગ્રામ્ય વિસ્તારોમાં બંધ કરેલ કેરોસીન ફરીથી આપવા માંગ

(પ્રતિનિધિ) સેવાલિયા, આજરોજ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા SC/ ST / OBC સેલ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ સેનવા હસમુખભાઈ રોહિતના અધ્યક્ષતામાં ઠાસરા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જે આવેદન અંતગર્ત સહિત મુખ્ય આગેવાન કાર્યકર્તા ઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર મારફત રજૂઆત કરી ઠાસરા તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન ફાળવવા છેલ્લા ઘણા વર્ષોથી અનેક વિસ્તારોને ધુમાડા વગરનો (સ્મોક લેસ) કરવા માટે અને ગેસના સિલિન્ડરો જે શહેરી વિસ્તારમાં નકામાં બન્યા છે,એનો ફરીથી ગ્રામ્ય વિસ્તારોમાં ઉપયોગ થાય તે હેતુથી ગરીબીની કસ્તુરી સમાન કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે.
હાલમાં પરિસ્થિતિ એવી થઈ છે કે રાંધણગેસના ભાવો રોજબરોજ વધતા ગરીબો તેમજ મધ્યમવર્ગીય પરિવારોને રસોઈ બનાવવા માટે ખર્ચ વધવા પામ્યો છે,આ ખર્ચાને ના થવા માટે ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને કેરોસીન વગર ચૂલો સળગાવવાના ફાંફા પડતાં હટવાળામાંથી કચરો જેમાં પ્લાસ્ટિક હોય એવો કચરો વીણી લાવીને વહેલી સવારે ચૂલો સળગાવી રહી છે,
જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે,પ્લાસ્ટિકનો કચરો સળગાવાથી એના ધૂમાડાથી કેન્સર થઈ શકે છે,એવા સંજાેગોમાં ઠાસરા તાલુકાના વિસ્તારોમાં ત્રણ લીટર જેટલું કેરોસીન આપો જેના થકી ગરીબ અને મધ્યમવર્ગના લોકો ચૂલો સળગાવી શકે છે,
ધુમાડા વગરનું ગુજરાત બનાવવા અને ગેસ એજન્સીનો ધંધો વધારવા ગરીબ પરિવારોના આરોગ્ય સાથે ચેડાં નહીં કરી શકો, જેમાં વર્ષો પહેલાં સસ્તા અનાજની દુકાનોમાં કેરોસીન મળતું હતું, ત્યારે ગુજરાતની બહેનોને ચૂલો સળગાવવા કોઈ મગજ મારી ન હતી,
પરંતુ સસ્તા અનાજની દુકાનોમાંથી કેરોસીન બંધ કરતાં બહેનોને પ્લાસ્ટિકથી ચૂલો સળગાવવા મજબુર બની છે, તો આપ શ્રીને અમારી ભલામણ છે,કે તાત્કાલિન ધોરણે આ મુદ્દે વિચાર વિમર્શ કરી કેરોસીન ફરીથી ચાલુ કરશો એવી માંગણી કરીએ છીએ.જેમાં ઠાસરા તાલુકા કોંગ્રેસ સમિતિના સોસયલ મીડિયા મહામંત્રી સંજયભાઈ ઝાલા અને ગીતાબેન ઠાસરા આવેદન અંતગર્ત સહિત શ્રી અને મુખ્ય આગેવાન કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી આવેદનપત્ર મારફત રજૂઆત કરવામાં આવી.*