ઠાસરાના જલાનગર પાસે કેનાલનું પાણી ખેતરોમાં ઘુસી જતા આવેદનપત્ર અપાયું
ખેડા:ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જલાનગર ગામથી પસાર થઈને સિંચાઈ માટે આવતું પાણી જેના વધુ પાણીનો જથ્થોની નિકાલ માટે કોઈ સુવિધાના હોય અને વધુ પાણી આવવાથી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાની વેઠવી પડે છે. ભારતીય કિસાન યુનિયન (અ) ગુજરાત પ્રદેશ વતી ખેડૂતોની ફરિયાદ અને ઠાસરા યુનિયનના સભ્ય થકી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી કે હાલમાં ખેડૂતોને એકબાજુ કુદરત અને બીજું બાજુ તંત્રની બેજવાદારીથી નુકશાન વેઠવું પડે છે. અને બીજી તરફ
સિંચાઈ માટે આવતું પાણી જેના વધુ પાણીના જથ્થા ના નિકાલ માટે કોઈ સુવિધાના હોય અને વધુ પાણી આવવાથી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ખેતીમાં ભારે નુકસાની વેઠવી પડે છે. ત્યારે ખેતરોમાં ઘૂસી ગયેલ પાણી અને નુકશાનનું સર્વે કરી અમોને નુકશાનનું વળતર આપવાની માંગણી કરવામાં આવી છે.
પાણીના નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરી ન્યાયિક પગલાં લેવા વિનંતી કરવામાં આવી હતી. અને જે પાખિયા તૂટી ગયેલ હોય અને વધુ કચરો, માટી ભરાય ગઈ હોય. ઠાસરા તાલુકામાંથી પસાર થત જે પાખિયા દ્વારા ખેડૂતને પાણી મળે છે. તમામને સમારકામ અને સ્વછત રાખવા ભારતીય કિસાન યુનિયન વતી વિનંતી કરવામાં આવી છે. અને ટૂંકા ગાળામાં અમને ન્યાય મળે એવી અરજ કરી છે.